ગજબ હો બાકી! આ ટાપુ પર એક પણ કીડી નથી મળતી જોવા, કારણ છે ચોંકાવનારું

|

Sep 03, 2021 | 11:43 PM

આ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, અહીં આવ્યા પછી તમને એક પણ કીડી જોવા મળશે નહીં.

ગજબ હો બાકી! આ ટાપુ પર એક પણ કીડી નથી મળતી જોવા, કારણ છે ચોંકાવનારું
File Photo

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે દરેક જગ્યાએ કીડીઓ (Ants) જોવા મળે છે. એક આંકડા મુજબ કીડીઓની 12 હજારથી વધુ પ્રજાતિઓ પૃથ્વી પર રહે છે. જે પૈકી મોટાભાગની કાળી, ભૂરા અને લાલ રંગની હોય છે. શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં એક પણ કીડી નથી?

 

વાંચીને આંચકો લાગ્યો ને? અમે વાત કરી રહ્યા છીએ. વિશ્વના સૌથી મોટો ટાપુ (largest island in the world)  વિશે. અહીં આવ્યા પછી તમને એક પણ કીડી જોવા મળશે નહીં. વૈજ્ઞાનિકોના મતે ઠંડા હવામાન અને આબોહવા કીડીઓ પર નકારાત્મક અસર કરે છે. આ કારણે અહીં એક પણ કીડી હાજર નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ કારણે નથી જોવા મળતી કીડી

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ગ્રીનલેન્ડનું હવામાન ખૂબ જ ઠંડુ છે. આ કારણે અહીંની ઈકોસિસ્ટમ કીડીઓના અસ્તિત્વ માટે યોગ્ય નથી. આ ટાપુ પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર સ્થિત છે. આ એક મોટું કારણ છે. જેના કારણે અહીંનું તાપમાન હંમેશા ઠંડુ રહે છે.

 

આવી જ સ્થિતિ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં પણ છે. આ કારણે એન્ટાર્કટિકામાં પણ કીડીઓ જોવા મળતી નથી. નિષ્ણાતોના મતે અહીં કીડીઓ માટે કોઈ ફૂડ ચેન નથી. ફૂડ ચેઈનના અભાવે તે અહીં ટકી શકતી નથી.

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. સ્વાભાવિક રીતે આ સ્થળ ખૂબ જ સુંદર છે, પરંતુ તેનો મોટો ભાગ બરફથી ઢંકાયેલો છે. વિશ્વભરના લોકો ગ્રીનલેન્ડની મુલાકાત લેવા જાય છે. રાજકીય રીતે આ સ્થળ યુરોપ સાથે સંબંધિત છે, પરંતુ ભૌગોલિક રીતે આ સ્થળ ઉત્તર અમેરિકાનો ભાગ છે.

 

આર્કટિક અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આવેલું વિશ્વનું સૌથી મોટો ટાપુ છે. તે ડેનિશ રાજાશાહી હેઠળ એક સ્વાયત્ત દેશ છે. ગ્રીનલેન્ડ પાસે વિદેશી બાબતો, સુરક્ષા અને આર્થિક નીતિ સિવાય તેના પોતાના કાયદા છે. અહીંના વડાપ્રધાન કિમ કિલ્સન છે, જે 2014થી આ પદ પર રહ્યા છે. ભૌગોલિક રીતે ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકા ખંડનો એક ભાગ છે, પરંતુ 18મી સદીથી તે યુરોપ સાથે રાજકીય રીતે જોડાયેલું છે.

 

 

આ પણ વાંચો : SBI: કરોડો ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, તમે આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ

 

આ પણ વાંચો :SBI: કરોડો ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, તમે આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ

Next Article