Snake Video: ફ્લાઈટ દરમિયાન એરોપ્લેનની અંદર એક સાપ જોવા મળ્યો, પાઇલટે શેયર કર્યો ચોંકાવનારો વીડિયો

આ વિચિત્ર ઘટના 10 ફેબ્રુઆરીએ એર એશિયાની ફ્લાઈટમાં બની હતી, જ્યારે પ્લેને મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી ઉડાન ભરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Snake Video: ફ્લાઈટ દરમિયાન એરોપ્લેનની અંદર એક સાપ જોવા મળ્યો, પાઇલટે શેયર કર્યો ચોંકાવનારો વીડિયો
snake spotted inside flight in a viral video shared by pilot (Image-Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 3:37 PM

કલ્પના કરો કે તમે પહેલીવાર પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા છો અને જો તમને ફ્લાઈટની અંદર સાપ દેખાય (Snake in plane) તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? દેખીતી રીતે તમે ગભરાઈને ચીસો પાડવાનું શરૂ કરશો. ત્યારે તમે વિચારશો કે ફ્લાઈટની અંદર સાપ કેવી રીતે આવી શકે, પરંતુ આ દિવસોમાં ટ્વિટર પર આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્લાઈટમાં સાપને (Snake) જોઈને પ્રવાસીમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિચિત્ર ઘટના 10 ફેબ્રુઆરીએ એર એશિયાની ફ્લાઈટમાં (Air Asia Flight) બની હતી. જ્યારે વિમાને મલેશિયાના કુઆલાલંપુરથી ઉડાન ભરી. પાયલટે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેના પર અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ આવી ચૂક્યા છે.

જૂઓ વીડિયો…..

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ વીડિયો ક્લિપ માત્ર 10 સેકન્ડની છે. વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે ફ્લાઈટના લાઈટ લેમ્પની અંદર એક નાનો સાપ હતો. આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા, હના મોહસિન ખાને પાઈલટે માહિતી આપી છે કે આ વિમાન એર એશિયા એરલાઈન્સનું છે. જે કુઆલાલંપુરથી મલેશિયાના તવાઉ માટે ઉડાન ભરી રહ્યું હતું. પરંતુ ફ્લાઈટમાં સાપને જોયા બાદ પ્રવાસીમાં હોબાળો મચી ગયો હતો અને ત્યારબાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વીડિયો જોયા પછી બધાના મનમાં એક જ સવાલ હતો કે જ્યારે આ સાપ ફ્લાઈટમાં આવ્યો ક્યાંથી?

હવે આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લોકો આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે. ઘણા લોકો માને છે કે આ સાપ કોઈ પેસેન્જરના સામાનમાંથી ફ્લાઈટમાં પ્રવેશ્યો હોવો જોઈએ. જો કે આ વીડિયો જોયા બાદ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ જોઈને હવે તેઓ ફ્લાઈટમાં બેસતા ડરશે. ઘણા વપરાશકર્તાઓ એ પણ પૂછી રહ્યા છે કે આ સાપ પ્લેનની અંદર કેવી રીતે પહોંચ્યો?

આ પણ વાંચો: ડાન્સ અને સ્ટંટમાં ભારે પડી ઓવરએક્ટિંગ, Viral વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

આ પણ વાંચો: Viral: બે હાથીઓ વચ્ચે થઈ જોરદાર ટક્કર, જીતવા માટે હાથી પણ આવું કરી શકે લોકોને લાગી નવાઈ

Latest News Updates

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">