AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: ‘તમારે રાશન જોઈએ છે, તો ડાન્સ કરીને બતાવો…’, પાકિસ્તાનની ઓફિસમાં કિન્નરે કર્યો ડાન્સ, માનવતા થઈ શર્મસાર

લોકોને હાલમાં ઘરનું રાશન ખરીદવામાં મુશ્કેલ થઈ રહી છે, કારણ કે પાકિસ્તાનમાં હવે લોટ, દાળ, ચોખા જેવી સામગ્રીની કિંમત વધી રહી છે. આ બધા વચ્ચે હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Shocking Video: 'તમારે રાશન જોઈએ છે, તો ડાન્સ કરીને બતાવો...', પાકિસ્તાનની ઓફિસમાં કિન્નરે કર્યો ડાન્સ, માનવતા થઈ શર્મસાર
Pakistan Shocking VideoImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 11:21 PM
Share

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન ભયંકર પૂર અને મોંઘવારી બાદ હવે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલ ખુબ ખરાબ છે. લોકોને હાલમાં ઘરનું રાશન ખરીદવામાં મુશ્કેલ થઈ રહી છે, કારણ કે પાકિસ્તાનમાં હવે લોટ, દાળ, ચોખા જેવી સામગ્રીની કિંમત વધી રહી છે. આ બધા વચ્ચે હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનમાં રાશન માટે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે. રાશન માટે ગાડીની પાછળ ભાગતા પાકિસ્તાનના અનેક લોકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે પણ હાલમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની એક કિન્નરનો વીડિયો વાયરલ થયો છે, તેને જોઈને તમે કહેશો કે પાકિસ્તાનમાં માનવતા ખત્મ થઈ ગઈ છે.

એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક કિન્નર સરકારી ઓફિસમાં નાચતી જોવા મળી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો પાકિસ્તાનની સરકારી ઓફિસનો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 આ પણ વાંચો : Viral Video: એક હાથમાં એટમ બોમ્બ અને બીજા હાથમાં કુરાન…આર્થિક સંકટ દૂર કરવા પાકિસ્તાનનો ‘જેહાદી પ્લાન’

મળતી માહિતી અનુસાર, એક સરકારી ઓફિસમાં આ કિન્નર રાશન માંગવા આવી હતી. આ લાચાર કિન્નર સાથે સરકારી અધિકારીઓએ માનવતાની તમામ હદો પાર કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે અમારું મનોંરજન કરો તો જ રાશન મળશે. માનવતાને શરમસાર કરતો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વેબસાઈટ જિયો ટીવી અનુસાર, આ વીડિયો પાકિસ્તાનના ગુજરાંવાળાનો છે. કિન્નરે આ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે સરકારી અધિકારીઓ રાશનના બદલે નાચવાનું કહ્યું હતું. અધિકારીઓનું કહેવું હતું કે રાશન ત્યારે જ મળશે જ્યારે તમે અમારું મનોરંજન કરશો.

પાકિસ્તાનની એ સરકારી ઓફિસના અધિકારીઓએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા છે. તેઓ જણાવી રહ્યાં છે કે આ વીડિયો ખુબ જૂનો છે. જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">