Viral Video : Pakistan માં થયેલા આત્મઘાતી હુમલા વચ્ચે શાહરુખનો વીડિયો થયો વાયરલ, લોકોએ પૂછ્યું – ‘પઠાણ’ કોણ જીત્યું ?

TV9 GUJARATI

|

Updated on: Jan 30, 2023 | 6:44 PM

હાલમાં પાકિસ્તાનના પેશાવરમાં થયેલા હુમલા વચ્ચે શાહરુખ ખાનનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શાહરુખ ખાનના એક નિવેદનને કારણે ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : Pakistan માં થયેલા આત્મઘાતી હુમલા વચ્ચે શાહરુખનો વીડિયો થયો વાયરલ, લોકોએ પૂછ્યું - 'પઠાણ' કોણ જીત્યું ?
Viral Video
Image Credit source: File Image

Follow us on

એક જમાનો હતો જ્યારે બોલિવૂડનો બાદશાહ કહેવાતો શાહરુખ ખાન પોતાના અભિનય, લુક અને તેના ફેન ફોલોઈંગને કારણે સતત ચર્ચામાં રહેતો હતો. પણ આજે બોલિવૂડનો આ સુપર સ્ટાર તેની ફિલ્મો સાથે ચાલતા વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં પાકિસ્તાનના પેશાવરમાં થયેલા હુમલા વચ્ચે શાહરુખ ખાનનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શાહરુખ ખાનના એક નિવેદનને કારણે ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં શાહરુખ ખાન સ્ટેજ પર ઉભો રહીને એક વિવાદિત નિવેદન આપતો જોવા મળે છે. બોલિવૂડનો સુપર સ્ટાર પોતાના નિવેદનમાં જણાવે છે કે, મારા પિતાજી પાકિસ્તાનના પેશાવરના હતા. એટલે હું પઠાણ છું, દેખાવથી લાગતો નથી પણ હું પણ પઠાણ છું. પાકિસ્તાનની ક્રિકેટ ટીમને જોઈને તે કહે છે કે હું કોઈ વિવાદ ઉભો કરવા માંગતો નથી પણ જ્યારે તમે જીતો છો ત્યારે લાગે છે કે મારા પિતાજીની બાજુ જીતી છે.

પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે શાહરુખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. શાહરુખ ખાનનો આ વીડિયો જૂનો છે. આ વીડિયો પાકિસ્તાનના કોઈ એવોર્ડ કાર્યક્રમનો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોને પેશાવર સાથે જોડીને યુઝર્સ હાલમાં શાહરુખ ખાનને પ્રશ્નો કરીને તેને ટ્રોલ કરી રહ્યાં છે.

આ રહ્યો શાહરુખ ખાનનો હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો

શાહરુખ ખાનના આ વાયરલ થઈ રહેલા વીડિયોને ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, શાહરુખ ખાને કહ્યું હતું કે પાકિસ્તાન એક સારો પાડોશી દેશ છે અને જ્યારે પાકિસ્તાનની ટીમ જીતે છે ત્યારે તેને એવું લાગે છે કે તેના પિતાજીની બાજુની જીત થઈ છે. આજે પેશાવરમાં મસ્જિદ પર હુમલો થયો કોણ જીત્યું ?

આ સાથે કેપ્શનમાં એક વિવાદિત લખાણ પણ લખવામાં આવ્યું છે, યાદ રાખો, #Pathan ફિલ્મો જોનારા હિંદુઓ તેમના પોતાના મૃત્યુ માટે નાણાં પૂરા પાડે છે. જણાવી દઈએ કે પઠાણ ફિલ્મ રિલિઝ થાય તે પહેલા ભારતમાં ઘણો વિરોધ થયો હતો. ઘણી જગ્યાઓ પર પઠાણ ફિલ્મના વિરોધમાં પ્રદર્શન પણ થયા હતા.

પેશાવરમાં શું થયું ?

પાકિસ્તાનના પેશાવરમાં આજે એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલો પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં હાલમાં 28 લોકોના મોત થયા છે અને 150થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘણા પોલીસ જવાન પણ ઘાયલ થયા છે.

લોકો નમાઝ અદા કરી રહ્યા હતા, ફિદાયને પોતાની જાતને ઉડાવી દીધી

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ મસ્જિદની આસપાસ અંધાધૂંધીનો માહોલ છે. લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. સ્થાનિક લોકો ઘાયલ લોકોને કારમાં ભરીને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યા હતા.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati