બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરૂખે 4 વર્ષ પછી ‘પઠાન’ બનીને મોટા પડદા પર એવી એન્ટ્રી કરી કે સિનેમાઘરોમાં તોફાન મચી ગયું! હા, SRKના ફેન્સ ‘પઠાન’ને લઈને એટલા ઉત્સાહિત છે કે સિનેમા હોલની અંદરનો માહોલ દિવાળીથી ઓછો નથી. ‘પઠાન‘ જોતી વખતે, ચાહકો એટલા પાગલ થઈ ગયા કે કેટલાક તેમની સીટ પર ઉભા થઈ ગયા, કેટલાક સ્ક્રીનની નજીક ગયા અને ડાન્સ કરવા લાગ્યા, જ્યારે ઘણા લોકો પઠાનની જબરદસ્ત એક્શન જોઈને બૂમો પાડવા લાગ્યા. પરંતુ હવે એક સિનેમા હોલનો એક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે કહેશો કે ‘પઠાન’ના ચાહકો ખરેખર ગાંડપણની હદ વટાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ‘પઠાન’ જોવા ગયેલા કેટલાક ચાહકો થિયેટરની અંદર ફટાકડા ફોડ્યા. આ વિડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ આ ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે થિયેટરમાં ‘પઠાન’ ફિલ્મ ચાલી રહ્યું છે, જેના અંત દરમિયાન કેટલાક લોકો સિનેમા હોલની અંદર ફટાકડા ફોડે છે. જ્યારે ફટાકડાના તણખા ફેલાવા લાગે છે ત્યારે લોકો પોતાને બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળે છે. આ કાર્યવાહીને કારણે થિયેટરમાં આગ અને નાસભાગના કારણે લોકોના જીવ પર જોખમ ઉભું થઈ શકે છે.
ऐसे भी गधे हमारे देश में है,
पठान देखने गए थे या शमशान बनाने….?
मूर्खों की कमी नही है…https://t.co/gG64xsqvdH pic.twitter.com/uh0qExOocU
— Dinesh Kumar (@DineshKumarLive) January 29, 2023
તેમજ એક પ્રશ્ન એ પણ છે કે, સિનેમામાં કોઈ પણ વસ્તુઓને લઈ જવાની સખત મનાઈ હોય છે ત્યારે આટલી મોટી માત્રામાં ફટાકાડા અંદર લઈ જવા અને આતાશબાજી કરવી કેટલું યોગ્ય છે. સુરક્ષાને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. જો આ આતાશબાજીથી મોટી દુર્ઘટના થઈ હોય તો તેના માટે જવાબદાર કોણ છે.
આ વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પરથી પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની ક્લિપ ટ્વિટર પર પોસ્ટ કરી છે કે, શું તેઓ પઠાનને જોવા ગયા હતા કે સ્મશાન બનાવવા ગયા હતા….? મૂર્ખતાની કોઈ કમી નથી. તેમના આ ટ્વીટને અત્યાર સુધીમાં અનેક લાઈક્સ અને સેંકડો રિએક્શન મળી ચૂક્યા છે. જ્યારે વીડિયોને 18 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.