Pathan Movie: દેશ વિરોધી ફિલ્માંકન અને હિરોગીરી મુદ્દે પઠાન ફિલ્મ પર social media મા છેડાયુ ટ્વિટર વોર, વાંચો શું કહી રહ્યા છે દર્શકો

Pinak Shukla

|

Updated on: Jan 28, 2023 | 10:17 AM

સોશ્યલ મિડિયા પર હવે ટ્વિટર વોર પણ શરૂ થઈ ગયું છે કે જેમાં દર્શકો પોતાનો રોષ ખુલીને ઠાલવવા લાગ્યા છે. ખાસ કરીને ફિલ્મની પટકથાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. દર્શકોના મગજમાં એ સવાલ ચાલી રહ્યો છે કે પાકિસ્તાનની ISI હિરો છે કે ભારતની 'રો' વિલન !

Pathan Movie: દેશ વિરોધી ફિલ્માંકન અને હિરોગીરી મુદ્દે પઠાન ફિલ્મ પર social media મા છેડાયુ ટ્વિટર વોર, વાંચો શું કહી રહ્યા છે દર્શકો
Twitter war broke out on social media over Pathan movie

બોલિવૂડના બે મેગાસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ પઠાન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ ભલે રિલિઝ થઈ ગઈ હોય પણ તેની સાથે ના વિવાદો હજુ શમવાનું નામ નથી લઈ રહ્યા. ખાસ કરીને ફિલ્મની પટકથા અને શાહરૂખ ખાન દ્વારા ભજવવામા આવેલા રોલને લઈને સોશ્યલ મિડિયા પર અનેક ટ્રેન્ડ ચાલી રહ્યા છે અને મુદ્દો હવે દેશભક્તિ તરફ વળી ગયો છે.

સોશ્યલ મિડિયા પર હવે ટ્વિટર વોર પણ શરૂ થઈ ગયું છે કે જેમાં દર્શકો પોતાનો રોષ ખુલીને ઠાલવવા લાગ્યા છે. ખાસ કરીને ફિલ્મની પટકથાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. દર્શકોના મગજમાં એ સવાલ ચાલી રહ્યો છે કે પાકિસ્તાનની ISI હિરો છે કે ભારતની ‘રો’ વિલન ! આ મુદ્દે ટ્વિટર પર ચાલી રહેલા ટ્રેન્ડને લઈને અમે આપને અમુક ટ્વિટ બતાવવા જઈ રહ્યા છે કે જેને વાંચીને તમે પણ અંદાજો લગાડી શકશો કે આ ફિલ્મ પર વિવાદ કેમ ચાલી રહ્યો છે.

એક યુટ્યૂબરે દાવો કર્યો છે કે ફિલ્મના એડવાન્સ બૂકિંગને જોરદાર રેકોર્ડ કરીને બતાવવામાં આવે છે પરંતુ તે ફિલ્મ વાસ્તવમાં ફ્લોપ સાબિત થઇ છે. યુટ્યૂબરના કહેવા પ્રમાણે લાલ સિંહ ચઢ્ઢા, બ્રહ્માસ્ત્ર, રક્ષાબંધન ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વીડિયો મુજબ પઠાણ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થશે. વીડિયો મુજબ મેકર્સ પોતાના પ્રોપેગેન્ડા દ્વારા હાઈપ ક્રિએટ કરે છે અને ફિલ્મનું પ્રમોશન કરે છે.

આ વીડિયોમાં જણાવ્યા પ્રમાણે બધાં રેકોર્ડ ફિલ્મને લઈને હાઈપ ક્રિએટ કરવા માટે બતાવવામાં આવ્યા છે પરંતુ વાસ્તવમાં તેવું છે નહીં. એક યુટ્યૂબર મુજબ પઠાણ ફિલ્મે બોલીવુડનું એવું નુકસાન કર્યું છે કે જે અત્યાર સુધી કોઈએ કર્યું ન હતું. આ નુકસાનની ભરપાઈ કોઈ કરી શકશે નહીં. આ વીડિયો મુજબ પઠાણ ફિલ્મમાં  ભારતીય એક્સ રો એજન્ટને  પાકિસ્તાની આઈએસઆઈને  સામે ફાઈટ કરતો બતાવવામાં આવ્યો છે. આ એક્સ રો એજન્ટને કિડનેપ કરવાામાં આવે છે. પરંતુ ભારતીય એજન્સી દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. આ એક્સ રો એજન્ટ વીરતા પુરસ્કારથી સમ્માનિત છે. આ સિવાય વીડિયોમાં યુટ્યૂબર દ્વારા અન્ય ઘણાં ખુલાસા કરવામાં આવ્યા છે.

અમુક દર્શકો તો કહી રહ્યા છે કે ભારતની જાસુસી સંસ્થાને વિલન ચિકરીને ISIને હિરો બતાવવા ચાલેલી આ ફિલ્મ રિલીઝ કઈ રીતે થઈ તે એક સવાલ છે. આ મુદ્દે જ સોશ્યલ મિડિયા પર વિવાદ છેડાઈ ગયો છે અને દર્શકો પોતાનો રોષ ટ્વિટપર ઠાલવી રહ્યા છે.

પઠાન ફિલ્મ વચ્ચે એક પોસ્ટર ટ્વિટર પર શેર થઈ રહ્યું છે કે જેમાં ખાન ત્રિપુટીના ફોટા મુકીને લખવામાં આવી રહ્યું છે કે ભારતની 100 કરોડની જનતાને મુર્ખ બનાવવા માટે આરબ દેશના આ કલાકારો છે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati