Viral Video: સાપ છે કે માછલી ? આ દરિયાઈ જીવને જોઈ લોકો થયા કન્ફ્યૂઝ
આ જીવોને જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને લોકો વિચારમાં પડી જાય છે કે શું આ પૃથ્વીના જીવો છે. આજકાલ આવા જ એક દરિયાઈ જીવનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં આ પ્રાણીને જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
દરિયાના અંદરની દુનિયા પણ ઘણી વિચિત્ર છે, જ્યાં હજારો પ્રકારના પ્રાણીઓ અને માછલીઓ જોવા મળે છે. આમાંના કેટલાક જીવો તો આપણે જોયા પણ છે, પરંતુ કેટલાક એવા જીવો છે જે સામાન્ય રીતે જોવા મળતા નથી. આવી સ્થિતિમાં લોકો તેમને વિચિત્ર પ્રાણી માને છે. આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media)પર પણ વાયરલ થતા હોય છે, જેમાં વિવિધ પ્રકારના વિચિત્ર જીવો જોવા મળે છે. આ જીવોને જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને લોકો વિચારમાં પડી જાય છે કે શું આ પૃથ્વીના જીવો છે. આજકાલ આવા જ એક દરિયાઈ જીવનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં આ પ્રાણીને જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
વાસ્તવમાં, આ વીડિયોમાં એક સાપ જેવો જીવ પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે, પરંતુ તેને જોઈને એવું લાગે છે કે તે કોઈ રંગીન રિબન છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દરિયાઈ પ્રાણી પાણીમાં સાપની જેમ તરી રહ્યું છે. તેના શરીરનો રંગ જોઈને લાગે છે કે તે કપડાની રિબન છે. હવે આ પ્રાણીને જોયા પછી કોને આશ્ચર્ય નહીં થાય.
જો તમે પણ આ દરિયાઈ જીવને સાપ સમજી રહ્યા છો તો તમે ખોટા છો. વાસ્તવમાં તે સાપ નથી પણ રિબન ઈલ માછલી છે. ઇલની બીજી પ્રજાતિ છે, જે ઇલેક્ટ્રિક ઇલ તરીકે ઓળખાય છે. તેને સમુદ્રની હરતી ફરતી વીજળી કહેવામાં આવે છે. આ માછલીનો એક ઝટકો કોઈપણ જીવને મારવા માટે પૂરતો છે.
A beautiful adult male ribbon eel in open water, looking for a new home! pic.twitter.com/8VYnHsPsXz
— The Depths Below (@DepthsBeIow) September 26, 2022
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @DepthsBeIow નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે કે એક સુંદર પુખ્ત મેલ રિબન ઈલ નવા ઘરની શોધમાં ફરે છે. માત્ર 58 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 55 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 22 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.