AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેમની ભૂખી.. રાખી સાવંતનો વધુ એક પબ્લિસિટી સ્ટંટ, કહ્યું.. તેની સાથે લગ્ન કરનારને દર મહિને આપશે 2 કરોડની સેલેરી, જુઓ Video

રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થયો છે જ્યાં તેણે લગ્ન કરનાર વ્યક્તિને દર મહિને ૨ કરોડ રૂપિયા આપવાની ઑફર કરી છે. આ નિવેદન તેના વિવાદાસ્પદ વ્યક્તિત્વને ફરી એકવાર પ્રકાશમાં લાવ્યું છે.

ફેમની ભૂખી.. રાખી સાવંતનો વધુ એક પબ્લિસિટી સ્ટંટ, કહ્યું.. તેની સાથે લગ્ન કરનારને દર મહિને આપશે 2 કરોડની સેલેરી, જુઓ Video
Follow Us:
| Updated on: Jun 28, 2025 | 2:27 PM

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય મીડિયા પર્સનાલિટી, અભિનેત્રી રાખી સાવંત છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે”જે કોઈ મારી સાથે લગ્ન કરશે, હું તેમને દર મહિને 2 કરોડ રૂપિયા આપીશ, કૃપા કરીને મારી સાથે લગ્ન કરો.” આ નિવેદન કદાચ રાખી સાવંત દ્વારા નાટકીય અથવા રમૂજી ઘોષણા હોય શકે છે. પરંતુ ટે અવાર નવાર આવા સ્ટેટમેન્ટ આપતી રહે છે.

રાખી સાવંતનું વ્યક્તિત્વ વિવાદાસ્પદ જાહેર નિવેદનો માટે જાણીતું છે. જોકે આ ચોક્કસ નિવેદનનો ચોક્કસ સંદર્ભ વીડિયોમાં આપવામાં આવ્યો નથી, તે તેના જાહેર વ્યક્તિત્વ અંગે ઘણીવાર લોકોનું અને મીડિયાનું ધ્યાન ખેચતી રહે છે. રાખી સાવંત બિગ બોસ જેવા રિયાલિટી ટેલિવિઝન શો અને હિન્દી ફિલ્મોમાં તેના આઇટમ નંબરો માટે જાણીતી છે. તેની કુલ સંપત્તિ આશરે 41.65 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

મહત્વનું છે કે હાલમાં રાખી સાવંતની કોઈ ફિલ્મ રીલીઝ થઈ નથી પરંતુ મીડિયામાં ચર્ચામાં આવા મુદ્દાઓને કારણે તે રહેતી હોય છે. રાખી સાવંતને ડ્રામા ક્વીન પણ કહેવામાં આવે છે, તે એક બાદ એક નવા સ્ટેટમેન્ટ આપતી રહે છે.થોડા મહિના પહેલા, તેણે પાકિસ્તાનની વહુ બનવાનું નક્કી કર્યું હતું. આ માટે, તેણે ઘણા વીડિયો પણ શેર કર્યા હતા. તેણે પાકિસ્તાન જઈને હાનિયા આમિરને મળવાની વાત પણ કરી હતી. એટલું જ નહીં, હાનિયાએ રાખીને સંપૂર્ણ રીતે ટેકો આપતો વીડિયો પણ શેર કર્યો હતો. હવે રાખી હાનિયાના બચાવમાં બોલતી જોવા મળે છે.

રાખીએ કહ્યું, હાનિય સાથે દિલજીતની જે ફિલ્મ આવી છે તેને લઈ જણાવવામાં આવ્યું કે, દિલજીત બધાને બૂમ પાડી રહ્યો હતો કે આ ફિલ્મ યુદ્ધ પહેલા શરૂ થઈ હતી. આપણે તેની વાત સાંભળવી જોઈએ. અને હું ઇચ્છું છું કે હાનિયા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવે… હું ઇચ્છું છું કે આટલી બધી હિરોઇન આવી અને ગઈ.

એક પાકિસ્તાની હિરોઇન પણ શાહરુખ ખાન સાથે કામ કરતી હતી, તેથી કોઈએ તેની સાથે ખરાબ કર્યું નહીં. પાકિસ્તાનના ઘણા કલાકારો અહીં આવ્યા અને કામ કર્યું. હાનિયા આમિરના સમયમાં જ બધાને આટલી બધી મુશ્કેલી કેમ પડી રહી છે? કારણ કે તે મારી પ્રિય છે, હું તેને પ્રેમ કરું છું, હું તેને ખરેખર ખૂબ પસંદ કરું છું. (નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">