સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય, ક્યારેક ફની વીડિયો જોવા મળે છે તો ક્યારેક એવા કે જે દિલમાં જગ્યા બનાવી લે છે. જેને જોયા પછી લાગે છે વાહ શું વીડિયો છે. હાલ એક એવી જ ટ્રેન્ડિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોયા પછી તમારું દિલ કહેશે ‘વાહ.. કેટલો ક્યૂટ છે’.
આ દિવસોમાં એક પપ્પી એટલે કે ગલુડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વાળ કપાવતો જોવા મળી રહ્યું છે. વાળ કપાવતી વખતે પપ્પીની હરકતો જોઈ તમે પણ તેના પ્રેમમાં પડી જશો. એક સુંદર અને માસૂમ બાળકની જેમ, આ પપ્પી બાર્બર દ્વારા તેના વાળ કપાવી રહ્યું છે.
View this post on Instagram
એટલું જ નહીં, પપ્પી વાળ કપાવતી વખતે બાર્બરને સહેજ પણ પરેશાન કરતો નથી અને સામાન્ય માણસની જેમ શાંતિથી વાળ કપાવતો જોવા મળી રહ્યુ છે. વીડિયોના અંતમાં પપ્પી ચશ્મા પહેરેલ જોવા મળશે, આ આખો વીડિયોનો લુક તમને મંત્રમુગ્ધ કરી દેશે.
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર યુઝર્સે ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કહ્યું કે ‘સો ક્યૂટ’. ત્યારે બીજાએ કહ્યું કે વાળ કાપતી વખતે પપ્પી કેટલું સુંદર લાગી રહ્યુ છે. પપ્પીના આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં કરોડો વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ વીડિયોને લાખો લાઈક્સ પણ મળી ચૂક્યા છે. તમે ‘cachorros_alegres’ પર વાયરલ થઈ રહેલો આ ફની અને અદ્ભુત વીડિયો જોઈ શકો છો.
આમ તો પ્રાણીઓને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે પરંતુ લોકોને ખાસ કરીને ફની અને ક્યૂટ વીડિયો જોવા વધુ પસંદ આવે છે ત્યારે હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો પણ ખુબ જ ક્યૂટ છે જેમાં એક પપ્પીની સુંદર હરકતો લોકોનું દિલ જીતી લે છે.