Gujarat High Court Recruitment: ગુજરાત હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓ માટે ભરતી, 1 લાખથી વધુ હશે પગાર, જાણો સરકારી ભરતીની સંપૂર્ણ વિગતો

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 2:28 PM

ગુજરાત હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો માટે સુવર્ણ તક છે. ગુજરાત હાઈકોર્ટ મોટાભાગના યુવાનોને નોકરી આપવા જઈ રહી છે, જાણો ભરતી માટેની અરજી કેવી રીતે કરવી અને શું લાયકાત જરૂરી છે.

Gujarat High Court Recruitment: ગુજરાત હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓ માટે ભરતી, 1 લાખથી વધુ હશે પગાર, જાણો સરકારી ભરતીની સંપૂર્ણ વિગતો
Image Credit source: Google

સિવિલ જજની જગ્યા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની જગ્યાઓ પર બમ્પર ભરતી હાથ ધરી છે. આ ભરતી દ્વારા કુલ 193 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ પર અરજી કરવા માંગે છે તેઓએ અધિકૃત વેબસાઈટ gujarathighcourt.nic.in પર જઈને તેમનું અરજી ફોર્મ ભરવું પડશે. અરજી કરનારા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે સિવિલ જજની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 છે. અરજી કરતા પહેલા ચકાસો સિવિલ જજની ભરતીની સંપૂર્ણ વિગતો.

આ પણ વાચો: સરકારી નોકરી મેળવવાની છે ઈચ્છા ? આ નાનકડા ઉપાયથી ફળશે મનોકામના !

અરજી કરવાની છેલ્લી તારીખ

આ પોસ્ટ્સ પર અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 14 એપ્રિલ 2023 સુધી તેમનું અરજી ફોર્મ ભરી શકશે. 14 એપ્રિલ પછી ઉમેદવારોને અરજી કરવાની તક આપવામાં આવશે નહીં.

ભરતી માટે ઈચ્છુક ઉમેદવારની શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ માન્ય સંસ્થામાંથી કાયદાની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. આ સાથે, ઉમેદવાર વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ તે જરૂરી છે. પાત્રતા વિશે વધુ માહિતી મેળવવા માટે, ઉમેદવારો આપેલ લિંક પર ક્લિક કરીને ભરતીની સૂચના વાંચી શકે છે.

ભરતી માટે નક્કી કરવામાં આવેલી વય મર્યાદા

અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 35 છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. સત્તાવાર ભરતી માહિતી વેબસાઈટ પર જઈને તપાસી શકાશે.

અરજી કરવા માટે કેટલી ફી ચુકવવાની રહેશે

અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવાના રહેશે.

સિવિલ જજના પગાર કેટલો હશે

સિવિલ જજની જગ્યાઓ પર પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને પગાર તરીકે 77,840 થી 1,36,520 રૂપિયા આપવામાં આવશે.

મહત્વનું છે કે રાજ્યમાં મોટાભાગના યુવાનો સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય છે. મોટા ભાગના યુવાનોને સરકારી નોકરી કરવાની ઈચ્છા છે,  સરકારી નોકરી કરવા માગતા યુવાનો માટે આ સારી તક છે. ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે અરજી કરવા કહ્યું છે અને ઉંમર મર્યાદા ઓછી રાખવાથી મોટા ભાગના યુવાનોને તેનો લાભ મળશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati