Viral Video: બીચ પર મસ્તી કરી રહેલા લોકોના માથા પરથી નીકળ્યું પ્લેન, ડરથી ભાગવા લાગ્યા લોકો

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક પ્લેન લોકો વચ્ચેથી પસાર થઈને એરપોર્ટ પર લેન્ડ થઈ રહ્યું છે. પહેલા તો એવું લાગે છે કે બીચ પર મસ્તી કરતા લોકો વચ્ચે પ્લેન આવીને પડી જશે.

Viral Video: બીચ પર મસ્તી કરી રહેલા લોકોના માથા પરથી નીકળ્યું પ્લેન, ડરથી ભાગવા લાગ્યા લોકો
Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 7:51 AM

સામાન્ય રીતે એરપોર્ટ (Airports) શહેરથી થોડે દૂર બનાવવામાં આવે છે અને એરપોર્ટની આસપાસ બહુમાળી ઈમારતો બનાવવા પર પ્રતિબંધ હોય છે, જેથી વિમાનોના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન કોઈ સમસ્યા ન થાય. જો કે દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં સમુદ્રના કિનારે એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં એક તરફ લોકો બીચ પર મસ્તી કરી રહ્યા હોય છે અને એરપોર્ટ બીજી તરફ પ્લેન ટેકઓફ કે લેન્ડિંગ કરી રહ્યા હોય છે, પરંતુ તે ખૂબ જ ખતરનાક પણ છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક પ્લેન લોકો વચ્ચેથી પસાર થઈને એરપોર્ટ પર લેન્ડ થઈ રહ્યું છે.

પહેલા તો એવું લાગે છે કે બીચ પર મસ્તી કરતા લોકો વચ્ચે પ્લેન આવીને પડી જશે, પરંતુ થોડી જ સેકન્ડોમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે પ્લેન ખરેખર દરિયાકિનારે આવેલા એરપોર્ટ પર ઉતરી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો બીચ પર નાહી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે. આ દરમિયાન લોકો દૂરથી પ્લેન આવતા જુએ છે. કેટલાક લોકો આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરવા લાગે છે તો કેટલાક લોકો એવી રીતે અહીં-ત્યાં દોડવા લાગે છે, જાણે વિમાન તેમના પર પડવા જતું હોય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વાસ્તવમાં, પ્લેન લોકોની ઉપરથી પસાર થાય છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ડરથી કંપી જાય છે, જ્યારે કેટલાક લોકો પ્લેનના ભયંકર અવાજને કારણે તેમના કાન પણ બંધ કરી લે છે. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તે ખબર નથી, પરંતુ તે ચોક્કસપણે થોડો ડરામણો છે.

આ સુંદર પરંતુ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર RANDOM FACTS નામની ID સાથે શેયર કરવામાં આવ્યો છે. માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 65 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. યૂઝર્સનું કહેવું છે કે પ્લેન લેન્ડિંગ દરમિયાન આટલું નજીક ન ઊભું રહેવું જોઈએ નહીં તો તે હાર્ટ અથવા કાનના પડદા જેવા શરીરના અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">