AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: દાદીના ટેલેન્ટે ઈન્ટરનેટ પર મચાવ્યો કહેર, પ્રતિભા જોઈને લોકોએ કહ્યું “દાદી કે સામને સબ ફેલ”

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદી પોતાની આંગળીઓ વડે ગીતના લિરિક્સ મુજબ એક્શન કરતી જોવા મળી રહી છે.

Video: દાદીના ટેલેન્ટે ઈન્ટરનેટ પર મચાવ્યો કહેર, પ્રતિભા જોઈને લોકોએ કહ્યું દાદી કે સામને સબ ફેલ
Grandmother's talent video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 5:52 PM
Share

Viral Video: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની પ્રતિભાને દુનિયા સમક્ષ લાવે છે. ઘણી વાર લોકોની પ્રતિભા જોઈને ઘણુ આશ્ચર્ય થાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાદીનું ટેલેન્ટ જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

દાદીના ટેલેન્ટે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદી પોતાની આંગળીઓ વડે ગીતના લિરિક્સ મુજબ એક્શન કરતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં ખાસા આલા ચાહરનું (Khasa Aala Chahar)સોંગ ‘હાં જી બિલકુલ પ્યાર કરેંગે, સીધી દિલ પે વાર કરેંગે’ સાંભળવા મળે છે. દેશી લુકમાં આ દાદીની પ્રતિભા જોઈને લોકો દંગ રહી ગયા છે. ઈન્ટરનેટની દુનિયામાં હાલ દાદીના ટેલેન્ટે ધૂમ મચાવી છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Anuj Tutter (@anujtutter00)

વીડિયોને એક મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે

જેમ જેમ વીડિયો શરૂ થાય છે, તેમ દાદી પોતાની આંગળીઓનો ઉપયોગ કરીને ગીતના શબ્દો સમજાવી રહ્યા છે. આ વીડિયો ખુબ જ ક્યૂટ છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ @anujtutter00ના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘દાદી સામે બધા Fail’.

આ વીડિયોને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે વીડિયો પર હજારો કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું ‘દાદીમા આપને તો કમાલ હી કર દીયા’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આટલો સુંદર વીડિયો કદાચ જ કોઈએ પહેલા જોયો હશે’ જ્યારે અન્ય યુઝર્સ પણ દાદીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : પેટ્રોલના વધતા ભાવથી કંટાળી આ વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો, આ જુગાડ જોઈને લોકો આઘાતમાં !

આ પણ વાંચો: શાહરૂખના ઘરની બહાર આર્યનના જામીન માટે પંડિત કરી રહ્યા હતા હનુમાન ચાલીસા, Video સોશિયલ મીડિયા પર વાયરલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">