Vairal Video : બિલાડી અને વાંદરાના બચ્ચાંનો અનોખો પ્રેમ જોઈ યુઝર્સ થયા ભાવુક, જુઓ Video
વાયરલ વીડિયોમાં બિલાડી અને વાંદરાના બચ્ચાની અનોખી બોન્ડિંગ જોવા મળી રહી છે. વિડિયોમાં એક વાંદરાનું બચ્ચું બિલાડીના પેટ પર લપાઈ જાય છે.જાણે કે તે તેની માતા હોય. આ વીડિયો જોઈને યુઝર્સ ભાવુક થયા હતા.
સોશિયલ મીડિયા પર અવારનવાર આવી અજીબોગરીબ વસ્તુઓ જોવા મળે છે, જે યુઝર્સના હોશ કોશ ઉડાવી દે છે પરંતુ કેટલાક વીડિયો તમારુ દિલ જીતી લે છે. જ્યારે આપણે પ્રાણીઓને લગતા વિડિયો જોઈએ છીએ, ત્યારે કેટલીક વાર તેમના અવિશ્વસનીય અને અદભૂત સંબંધો જોવા મળે છે, જેમા કેટલીક વાર કૂતરો અને બિલાડી સારા મિત્રો હોય છે. આવા જ એક રસપ્રદ સંબંધને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિલાડી વાંદરાના બચ્ચાની સંભાળ લેતી જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video : છોકરાએ પગ વડે કરી તીરંદાજી , Video જોઈ લોકો દંગ રહી ગયા
વાયરલ વીડિયોમાં બિલાડી અને વાંદરાના બચ્ચાની અનોખી બોન્ડિંગ જોવા મળી રહી છે. વિડિયોમાં એક વાંદરાનું બચ્ચું બિલાડીના પેટ પર લપાઈ જાય છે.જાણે કે તે તેની માતા હોય. મજાની વાત એ છે કે બિલાડીને પણ આનાથી કોઈ ફરક નથી પડતો , પરંતુ તે પોતે જ તેની સાથે એવી રીતે ફરે છે જાણે કે તે તેનું પોતાનું બચ્ચું હોય. આ અનોખા સંબંધ ધરાવતો વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
Cat and a little monkey.. 😊 pic.twitter.com/qBCw9aPCtY
— Buitengebieden (@buitengebieden) January 31, 2023
વાંદરો અને બિલાડીનો વીડિયો થયો વાયરલ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરાનું બચ્ચું બિલાડીને તેની માતા સમજે છે અને તેને લપાઈને ફરતું જોવા મળે છે. આ બિલાડી અને વાંદરાના વિડિયોને @buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેમને 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર આવા રસપ્રદ વીડિયો તેના યુઝર્સ માટે શેર કરે છે. વીડિયો સાથે આપવામાં આવેલા કેપ્શનમાં લખ્યું છે કે, “બિલાડી અને એક નાનો વાંદરો..” આ વીડિયોના વ્યૂ સતત વધી રહ્યા છે.