Viral Video: Ottersએ એક બીજાને દિવાલ પર ચઢવામાં કરી મદદ, આ વીડિયોએ યુઝર્સને કુટુંબની અપાવી યાદ

એક વાયરલ વીડિયોમાં ઓટર્સનો (Otters) એક પરિવાર દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે ઈન્ટરનેટ પર ફરતો હૃદયસ્પર્શી વીડિયો નેટીઝન્સના દિલને જીતી લે છે.

Viral Video: Ottersએ એક બીજાને દિવાલ પર ચઢવામાં કરી મદદ, આ વીડિયોએ યુઝર્સને કુટુંબની અપાવી યાદ
Otters help each other climb the wall
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:17 PM

પ્રાણીઓની (Animal Video) હરકતો દર્શાવતા વાયરલ વીડિયો સમગ્ર ઇન્ટરનેટ પર વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાળતું પ્રાણીની મનપસંદતા દર્શાવતા બિલાડીઓ અને કૂતરાના વિડિયોઝ વધુ આકર્ષણ મેળવે છે. ઓટર્સના (Otters) એક પરિવારના સભ્યો દર્શાવતા અનોખા વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. દિવાલ પર ચઢી જવાનો પ્રયાસ કરતા ઓટર્સના જૂથનો વીડિયો નેટીઝન્સનું દિલ જીતી રહ્યો છે.

હાલમાં વાયરલ થયેલી ક્લિપમાં ઓટર્સનો એક પરિવાર દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. જ્યારે વિડિયો શરૂ થાય છે, ત્યારે ત્રણ ઓટર પહેલેથી જ દિવાલની ઉપર હોય છે, જ્યારે તેઓ તેમના સાથી ઓટરને ઉપર ચઢવામાં મદદ કરે છે. જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ દિવાલ પર ઓટર્સમાંથી એકને ફ્લોર પર મોં વડે પકડીને તેને ઉપર ખેંચતો જોઈ શકાય છે. અને તે એટલું જ નથી, કારણ કે જૂથનો છેલ્લો સભ્ય બાકીના લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઉપર-નીચે કૂદતો રહ્યો અને થોડી જ વારમાં બાકીના ઓટર્સ તેને ઉપર ખેંચી ગયા. આ વીડિયો IAS યુઝર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જૂઓ હૃદય સ્પર્શી વીડિયો…

IAS અધિકારી દ્વારા શેયર કરવામાં આવેલો વિડિયોએ નિઃશંકપણે નેટીઝન્સ સાથે તાલ મિલાવ્યો છે. કુટુંબ અને ટીમ વર્કનું મહત્વ સમજાવવાના પ્રયાસ માટે વિડિયોની પ્રશંસા કરવામાં આવી હતી. વીડિયોને કેપ્શન હેઠળ શેયર કરવામાં આવ્યો હતો-‘પરિવાર’ ઇસ લીયે ભી જરૂરી હૈ.

આ વીડિયો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો ત્યારથી તેને ઘણા વ્યૂઝ મળ્યા છે. લાઈક્સ અને કોમેન્ટ્સની સાથે વીડિયોને 341.5k વખત જોવામાં આવ્યો છે. “ઉત્તમ ટીમવર્ક”, એક યુઝર્સે લખ્યું. અન્ય યુઝરે લખ્યું “હવે જો તમે કોઈપણ મુસીબતમાં ઉતાવળમાં હોવ, તો તમારો પરિવાર તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે સૌથી પહેલા આવે છે. જો તમારી પાસે પરિવાર ન હોય તો તમારા મિત્રો આવે છ.” ત્રીજા યુઝરે લખ્યું, “આ એ પણ દર્શાવે છે કે કેવી રીતે મનુષ્યોએ વન્યજીવો માટે તેમની મુક્ત અવર-જવર મુશ્કેલ બનાવી દીધી છે…”

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Animal Funny Video: બાળકની જેમ પગ વડે ટાયર ચલાવતો જોવા મળ્યો ગજરાજ, વીડિયો જોઈને લોકોને યાદ આવ્યું બાળપણ

આ પણ વાંચો:  Viral Video: બચ્ચાને બચાવવા માટે ગીધ સાથે મરઘીએ કરી લડાઈ, IPSએ કહ્યું- ‘માતાથી મોટો કોઈ યોદ્ધા નથી…’

g clip-path="url(#clip0_868_265)">