નરેશ પટેલે રાજકારણમાં ના જવુ જોઈએ, ખોડલધામની પોલિટિક્લ સમિતિના આંતરિક સર્વેમાં વ્યકત થયો મત
ખોડલધામની પોલિટિક્લ સમિતિનો સર્વે હજુ ચાલી રહ્યો છે. જે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે. આ પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પક્ષો નરેશ પટેલનું રાજનીતિમાં સ્વાગત કરવા માટે લાલજાજામ પાથરીને બેઠા છે.
ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) ની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખોડલધામની પોલિટિકલ સમિતિના આંતરિક સર્વે (survey) માં મહત્તમ લોકોનો એવો અભિપ્રાય આવ્યો કે નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ. નરેશ પટેલ અત્યાર સુધી સમાજ કહેશે તો હું ચોક્કસ રાજકારણમાં જઈશ તેવો રાગ આલાપતા રહ્યાં છે. ત્યારે સમાજના આંતરિક સર્વેમાં હવે રાજકારણમાં ન પ્રવેશવું જોઈએ તેવો મહત્તમ સૂર સામે આવ્યો છે. જો કે આ સર્વે કઈ રીતે કરવામાં આવ્યો તેની વિગતો હજુ સુધી ગુપ્ત રાખવામાં આવી છે.
ખોડલધામની પોલિટિક્લ સમિતિનો સર્વે હજુ ચાલી રહ્યો છે. જે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે. આ પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પક્ષો નરેશ પટેલનું રાજનીતિમાં સ્વાગત કરવા માટે લાલજાજામ પાથરીને બેઠા છે. ત્યારે નરેશ પટેલનો અંતિમ નિર્ણય શું હશે તે અંગે રાજકીય વર્તૂળોમાં ચર્ચા જામી છે.
બીજી બાજુ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ વચ્ચે મુલાકાત થઈ છે. જેમાં કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતને લઈ મનહર પટેલે કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી તમામ કાર્યકરોની ઈચ્છા છે. નરેશ પટેલ જેવો ઈમાનદાર ચહેરો કોંગ્રેસ પક્ષને મળે અને ગુજરાતના સારા દિવસો પાછા આવે તેવી મનહર પટેલે આશા વ્યક્ત કરી. તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે સામાજિક, ધાર્મિક બાબતો પર વિચારણા થઈ છે. રાજકીય પાર્ટીમાં જોડાવવાના નિર્ણય અંગે નરેશ પટેલે કહ્યું કે હું થોડા દિવસોમાં જ નિર્ણય કરીશ.
આ પણ વાંચોઃ Rajkot: જાણીતા વકીલ પર મહિલા ASIના પતિ સહિત 6થી 7 શખ્સોએ હુમલો કર્યો
આ પણ વાંચોઃ Rajkot: ગોંડલમાં સિમેન્ટની ફેક્ટરીમાં અકસ્માત, ત્રણ શ્રમિકોના મોત