નાસાના અવકાશયાત્રીએ સ્પેસમાં ઉજવ્યો 50મો જન્મદિવસ ! વીડિયો જોઈને લોકોએ કહ્યુ OMG

દરેક વ્યક્તિ માટે તેનો જન્મદિવસ ખુબ ખાસ હોય છે, જન્મદિવસની ઉજવણી માટે તે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરતા હોય છે, ત્યારે તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અવકાશયાત્રી સ્પેસમાં 50માં જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી રહી છે.

નાસાના અવકાશયાત્રીએ સ્પેસમાં ઉજવ્યો 50મો જન્મદિવસ ! વીડિયો જોઈને લોકોએ કહ્યુ OMG
NASA Astronaut Celebrate 50th Birthday in Space

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમને પણ નવાઈ લાગશે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, અવકાશયાત્રી સ્પેશમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો મેકઆર્થર નામની અવકાશયાત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યુ છે કે What a great birthday dinner with my Expedition 65 crew mates! આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

અવકાશયાત્રી મેકઆર્થરના જન્મદિવસનો વીડિયો(Video)  લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ” જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા,તમે ચોક્કસપણે આ જન્મદિવસને ક્યારેય ભુલી શકશો નહિ.” જ્યારે અન્ય યુઝર્સ પણ જન્મદિવસની (Birthday) શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Sidharth Shukla Passes away : અભિનેતાના નિધનથી ચાહકોમાં શોકની લાગણી, સોશિયલ મીડિયા પર ચાહકોએ લખ્યુ “કેમ આટલી જલ્દી વિદાય ?”

આ પણ વાંચો: ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે

Click on your DTH Provider to Add TV9 Gujarati