મારુ મરણ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે… આવી ચોંકાવનારી જાહેરાત થઈ વાયરલ

હાલમાં હરિયાણામાં આવી જ એક ઘટના બની હતી. સરકારે 102 વર્ષના એક વૃદ્ધને મૃત ઘોષિત કરી તેની પેન્શન રોકી દીધી હતી. પણ તેણે અનોખી રીતે પોતાની જાતને જીવીત સાબિત કર્યો હતો. હાલમાં એક વ્યક્તિની મરણ પ્રમાણપત્રને લઈને કરેલી જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Photo) થઈ છે.

મારુ મરણ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે... આવી ચોંકાવનારી જાહેરાત થઈ વાયરલ
shocking advertisement
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 20, 2022 | 11:11 PM

Shocking News : આપણે સૌ જાણી છે કે મરણ પ્રમાણપત્ર ત્યારે જ બને છે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય. પણ ભૂતકાળમાં એવું ઘણીવાર બન્યુ છે જ્યારે જીવતા લોકોના પણ મરણ પ્રમાણપત્ર બન્યા છે. તેવામાં તેવા લોકોએ પોતાની જાતને જીવતો સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. હાલમાં હરિયાણામાં આવી જ એક ઘટના બની હતી. સરકારે 102 વર્ષના એક વૃદ્ધને મૃત ઘોષિત કરી તેની પેન્શન રોકી દીધી હતી. પણ તેણે અનોખી રીતે પોતાની જાતને જીવીત સાબિત કર્યો હતો. હાલમાં એક વ્યક્તિની મરણ પ્રમાણપત્રને લઈને કરેલી જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Photo) થઈ છે.

આ વાયરલ જાહેરાતમાં એક વ્યક્તિ એ પોતાનું મરણ પ્રમાણ પત્ર ખોવાઈ જવાનો દાવો કર્યો છે. સાથે તેણે તેની જગ્યા અને ટાઈમ પણ જણાવ્યો છે. પ્રમાણપત્ર ક્યાં અને ક્યારે ખોવાયું તેની માહિતી આપી છે. આ જાહેરાત એક સમાચારપત્રમાં છાપવામાં આવ્યુ છે . તે જાહેરાતમાં લખવામાં આવ્યુ છે કે, 7 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 10 વાગ્યે લામડિન્ગ બજાર પાસે મારુ મરણ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે. તેણે પોતાની જાહેરાતમાં પ્રમાણપત્રનો રજિસ્ટ્રેશન નંબર અને સીરિયલ નંબર પણ લખ્યો છે. આ વ્યક્તિનું નામ રંજીત કુમાર ચક્રવર્તી છે. તેવામાં સવાલ થાય છે કે જો આ વ્યક્તિ જીવતો હોય તો તેનું મરણ પ્રમાણ પત્ર કઈ રીતે બની શકે ?

આ રહી એ વાયરલ જાહેરાત

આ વાયરલ જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈપીએસ અધિકારી Rupin Sharma એ શેયર કરી છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આવું ફક્ત ભારતમાં જ થઈ શકે છે. આ જાહેરાતને સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ જાહેરાતના ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ જાહેરાત ભૂત દ્વારા આપવામાં આવી છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ જાહેરાત છાપવા માટે આપનાર મહાન છે અને તેની સાથે તે છાપવાવાળો વ્યક્તિ પણ મહાન છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati