નથી જોઈ તો સોફ્ટવેર એન્જિનિયર દૂલ્હો….વાયરલ થઈ અનોખી મેટ્રિમોનિયલ જાહેરાત
કેટલાક લોકો ઓનલાઈન વેબસાઈટ પરથી પણ આવી શોધખોળ કરતા હોય છે. તમે છાપામાં પણ આવી જાહેરાતો જોઈ હશે. હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ એક મેટ્રિમોનિયલ જાહેરાત (Unique matrimonial advertisement) ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આ જાહેરાતને ખુબ પસંદ કરી રહ્યા છે.
Viral advertisement : એક ઉંમર પછી દરેક વ્યક્તિ પોતાના માટે જીવનસાથીની શોધમાં હોય છે. ઘણા લોકોને તેની સોસાયટીમાં, શાળા-કોલેજમાં કે સોશિયલ મીડિયા પર લાઈફપાર્ટનર મળી જતા હોય છે. આજે ભલે દુનિયા વિચારોની દ્રષ્ટિ એ ખુબ આગળ વધી ગઈ છે પણ ભારતમાં આજે પણ અરેન્જ મેરેજ થાય છે. કેટલીકવાર તો છોકરી-છોકરાની ઈચ્છા વિરુદ્ધ તેમના લગ્ન થતા હોય છે. વર કે વહુ શોધવામાં સંબંધીઓ પણ મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. કેટલાક લોકો ઓનલાઈન વેબસાઈટ પરથી પણ આવી શોધખોળ કરતા હોય છે. તમે છાપામાં પણ આવી જાહેરાતો જોઈ હશે. હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ એક મેટ્રિમોનિયલ જાહેરાત (Unique matrimonial advertisement) ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આ જાહેરાતને ખુબ પસંદ કરી રહ્યા છે.
સોફ્ટવેર એન્જિનિયરની એક સમયે દુલ્હા તરીકે ભારે ડિમાન્ડ હતી. કારણ કે તેની કમાણી સારી હોય છે. તેની પાસે વિદેશ જવાનો પણ અવસર હોય છે. તેને કારણે તે કોઈપણ છોકરીને ખુશ રાખી શકે છે પણ હવે પહેલા જેવો સમય નથી રહ્યો, સોફ્ટવેર એન્જિનિયરની ડિમાન્ડ હવે એટલી નથી રહી.
આ રહી એ અનોખી મેટ્રિમોનિયલ જાહેરાત
Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2
— Samir Arora (@Iamsamirarora) September 16, 2022
હાલમાં સોશિયલ મીડિયા પર એક મેટ્રિમોનિયલ જાહેરાતનો ફોટો વાયરલ થયો છે. જેમાં લખ્યુ છે કે, બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવનારી એક સુંદર છોકરી, જેણે MBA કર્યુ છે. તેને દુલ્હાની શોધ છે. જે આઈએએસ કે આઈપીએસ, ડોક્ટર, બિઝનેસમેન હોવો જોઈએ. સાથે જ લખવામાં આવ્યું છે કે, સોફ્ટવેર એન્જિનિયરને વિંનતી છે કે કૃપા કરીને ફોન ન કરતા. છોકરીને સોફ્ટવેર એન્જિનિયર છોકરો નથી જોઈતો.આ જાહેરાત સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર તેના પોતાની રમૂજી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ જો ખરાબ રીતે બેઈજ્જતી કરી નાખી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, શું એન્જિનિયર ખરાબ હોય છે?