OMG! સ્વિમિંગ પુલ પાસે ફોટોશૂટમાં વ્યસ્ત હતા મા-બાપ, પૂલમાં ડૂબવાથી માસૂમ બાળકનું મોત

આ હૃદયદ્રાવક ઘટના થાઈલેન્ડની છે. જ્યાં બે વર્ષના બાળકના માતા-પિતા સ્વિમિંગ પૂલ પાસે ફોટોશૂટમાં એટલા વ્યસ્ત હતા કે રમત રમતા તેમનું બાળક ક્યારે પૂલમાં ડૂબી ગયું તેની તેમને ખબર પણ ન પડી.

OMG! સ્વિમિંગ પુલ પાસે ફોટોશૂટમાં વ્યસ્ત હતા મા-બાપ, પૂલમાં ડૂબવાથી માસૂમ બાળકનું મોત
Mother was busy in photoshoot near swimming pool, son died by drowning in the pool
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 4:00 PM

જે ઘરોમાં નાના બાળકો (Children) હોય છે, ત્યાં બાળકો પ્રત્યે સભ્યોની જવાબદારી ઘણી વધી જાય છે. કારણ કે નાના બાળકો તોફાની હોવાની સાથે સાથે રમતિયાળ પણ હોય છે. તેઓ એક જગ્યાએ બેસતા નથી. તમારી નજર તેમના પરથી જો હટી તો કંઈપણ થઈ શકે છે. હાલમાં જ થાઈલેન્ડમાં (Thailand) કંઈક એવું થયું જેણે બધાને હચમચાવી દીધા. અહીં એક બે વર્ષના બાળકના માતા-પિતા સ્વિમિંગ પૂલ પાસે ફોટોશૂટ કરાવવામાં એટલા વ્યસ્ત હતા કે રમત રમતા તેમનું બાળક ક્યારે પૂલમાં ડૂબી ગયું તેની તેમને ખબર પણ ન પડી. આ હૃદયદ્રાવક ઘટનાને કારણે માતાની હાલત ખરાબ છે. તે તેના બાળકને પાછું મેળવવા માંગે છે, પરંતુ અફસોસ, તે હવે ક્યારે પણ તેને નહીં મળે.

મૃત બાળકની માતા વિયાડા પોન્ટાવી ઓનલીફન્સ વેબસાઈટ માટે એક મોડેલ છે. પુત્રના મૃત્યુ બાદ તે આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 26 વર્ષની વિયાડા પોન્ટાવીએ વેલેન્ટાઈન ડે પર તેના ઘરે પાર્ટી કરી હતી. જેમાં તેના ઘણા મોડલ મિત્રો સામેલ હતા. પાર્ટી દરમિયાન ઘર મહેમાનોથી ભરચક હતું. આ દરમિયાન તેનો બે વર્ષનો પુત્ર ચવનકોન ઘરે બનાવેલા સ્વિમિંગ પુલ પાસે રમી રહ્યો હતો. તે જ સમયે માતા વિયાડા પોન્ટાવી તેના પતિ સાથે ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત હતી.

તમને જણાવી દઈએ કે જ્યારે આ હ્રદયદ્રાવક ઘટના બની ત્યારે ચવનકોનના માતા-પિતા સ્વિમિંગ પૂલ પાસે ઉભા રહીને ફોટોશૂટ કરાવી રહ્યા હતા. તેમને ખ્યાલ પણ ન હતો કે તેમની પાછળ તેમનો નિર્દોષ પુત્ર ધીમે ધીમે કાળના મુખમાં સમાઈ રહ્યો છે. દુર્ભાગ્યે, જ્યારે બાળક પૂલમાં ડૂબી રહ્યો હતો, ત્યારે કોઈ તેને જોઈ શક્યું નહીં. બાળકનું ગળું પાણીથી ભરાઈ ગયુ હોવાથી તે ચીસો પણ પાડી શક્યો નહીં.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ દરમિયાન જ્યારે પૂલમાંથી વિચિત્ર અવાજ સાંભળીને ચવનકોનના માતા-પિતા પાછા ફર્યા તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પુત્ર પૂલમાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. આ જોઈને ત્યાં હાજર લોકોએ તરત જ તેને બહાર કાઢ્યો. પછી CPR આપવાનું શરૂ કર્યું. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ચવનકોનનો શ્વાસ અટકી ગયો હતો. વિયાડાને તેના પુત્રના મૃત્યુથી ઊંડો આઘાત લાગ્યો છે. તે વારંવાર પોતાને દોષ આપી રહી છે કે તેણે પોતાના દિકરીનું ધ્યાન કેમ ન રાખ્યુ.

આ પણ વાંચો – Russia Crimea Drills : રશિયાએ ક્રિમીઆમાં લશ્કરી અભ્યાસ સમાપ્ત કરવાની કરી જાહેરાત, સૈનિકોએ પાછા ફરવાનું કર્યું શરૂ

આ પણ વાંચો – Video: વૈજ્ઞાનિકોએ માનવ હૃદયની કોશિકાઓથી તૈયાર કરી કૃત્રિમ માછલી, ત્રણ મહિના રહી જીવિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">