Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Crimea Drills : રશિયાએ ક્રિમીઆમાં લશ્કરી અભ્યાસ સમાપ્ત કરવાની કરી જાહેરાત, સૈનિકોએ પાછા ફરવાનું કર્યું શરૂ

Russia Ukraine: રશિયાએ જાહેરાત કરી છે કે, તે ક્રિમીઆમાં સૈન્ય અભ્યાસ સમાપ્ત કરી રહ્યું છે. તેના સૈનિકો પાછા ફરવા લાગ્યા છે. યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.

Russia Crimea Drills : રશિયાએ ક્રિમીઆમાં લશ્કરી અભ્યાસ સમાપ્ત કરવાની કરી જાહેરાત, સૈનિકોએ પાછા ફરવાનું કર્યું શરૂ
Russia announces end to military war in Crimea(Image-the statesman)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 2:37 PM

યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદ (Russia Ukraine Conflict) વચ્ચે રશિયાએ (Russia) મોટી જાહેરાત કરી છે. તેણે ક્રિમીઆમાં ક્રિમીઆ મિલિટરી ડ્રીલ (Crimea Military Drills) સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. એ પણ જણાવ્યું કે, સૈનિકોએ પરત ફરવાનું શરૂ કરી દીધું છે. સમાચાર એજન્સી AFPએ આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, તે યુક્રેન સરહદ પરથી કેટલાક સૈનિકોને હટાવી રહ્યું છે. આ સૂચવે છે કે રશિયન સૈનિકો યુક્રેન નજીક અભ્યાસ પૂર્ણ કરીને તેમના સૈન્ય મથક પર પાછા ફરી રહ્યા છે. જોકે યુક્રેન હજુ પણ રશિયાના આ દાવાઓ પર વિશ્વાસ કરતું નથી.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘દક્ષિણ સૈન્ય ડિસ્ટ્રિક્ટના એકમોએ વ્યૂહાત્મક અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. હવે તે તેના પરમેનન્ટ ડિપ્લોયમેન્ટ પોઈન્ટ પર જઈ રહી છે.’ આ સાથે જ સરકારી ટેલિવિઝન કેટલીક તસવીરો પણ બતાવી રહ્યું છે. જેમાં સૈનિકો રશિયાના નિયંત્રણવાળા વિસ્તારને મેઈનલેન્ડ સાથે જોડતા પુલને પાર કરતા જોવા મળે છે. નિવેદનમાં જણાવાયું છે કે-ટેન્ક, પાયદળના વાહનો અને આર્ટિલરી ક્રિમીયાથી રેલ દ્વારા પરિવહન કરવામાં આવી રહી છે. આના એક દિવસ પહેલા જ રશિયાએ કહ્યું હતું કે, તે તેના પાડોશી યુક્રેનની સરહદો પર તૈનાત કેટલાક સૈનિકોને પાછા ખેંચી રહ્યું છે.

પશ્ચિમી દેશોને હુમલા થવાની ચિંતા છે

રશિયા પણ હુમલાનો સતત ઇનકાર કરી રહ્યું છે, પરંતુ પશ્ચિમી દેશોએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને પોતાના સંબોધનમાં કહ્યું કે, રશિયન હુમલાની શક્યતા હજુ પણ છે અને અમેરિકા આ ​​હુમલાનો ‘નિર્ણાયક’ જવાબ આપવા માટે તૈયાર છે. તેણે મોસ્કોને યુદ્ધ ન કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, ગમે તે થાય, અમેરિકા તેના માટે તૈયાર છે. અમે યુરોપમાં સ્થિરતા અને સલામતી સુધારવા માટે રશિયા અને અમારા સાથી દેશો સાથે રાજદ્વારી રીતે વાટાઘાટો કરવા તૈયાર છીએ.

ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?
Vastu Tips : ઘરના ફ્રિજ ઉપર આ 4 વસ્તુ ભૂલથી ન રાખતા, આવશે ગરીબી
Bike Petrol : બાઇકને તડકામાં પાર્ક કરો તો પેટ્રોલ ઉડી જાય છે ?
પ્લાસ્ટિક સર્જરી પર રાધિકા મદાને ખુલાસો કર્યો

અમે હજી સુધી પુષ્ટિ કરી નથી – બાયડેન

બાયડેને કહ્યું કે ‘યુક્રેનની સરહદ પર હજુ પણ 1,50,000થી વધુ રશિયન સૈનિકો એકત્ર છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું કે, યુક્રેન નજીકના કેટલાક સૈન્ય એકમો તેમની હાજરી છોડી રહ્યા છે. તે સારૂં છે, પરંતુ અમે હજી સુધી તેની પુષ્ટિ કરી નથી. અમારા વિશ્લેષકોએ સંકેત આપ્યો છે કે, તેઓ હજુ પણ નોંધપાત્ર સંખ્યામાં હાજર છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો રશિયા આગામી દિવસોમાં અથવા અઠવાડિયામાં યુક્રેન પર હુમલો કરશે તો યુક્રેન માટે માનવીય નુકસાન ખૂબ જ મોટું હશે અને રશિયા માટે વ્યૂહાત્મક નુકસાન ઘણું મોટું હશે.

આ પણ વાંચો: Russia-Ukraine Conflict : જો બાઈડને અમેરિકન નાગરિકોને કહ્યું- તાત્કાલિક અસરથી યુક્રેન છોડો, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે

આ પણ વાંચો: Russia Ukraine crisis : રશિયા સામે યુદ્ધના મેદાનમાં ઉતરવા વૃદ્ધો અને બાળકો તૈયાર, AK-47 સાથે તાલીમ લઈ રહ્યા છે

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">