AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાઈકના પૈડામાં કંઈક એ રીતે ફસાયો વાંદરો, વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત, જુઓ વાયરલ વીડિયો

અકસ્માતમાં બાઇક સવારને કંઇ થયું ન હતું. પરંતુ વાંદરો જે રીતે બાઇકના પૈડામાં ફસાઇ ગયો હતો તે જોઇને લોકો ચોક્કસથી વિચારમાં પડી ગયા હતા. જ્યારે તમે આ વાયરલ ક્લિપ જોશો ત્યારે તમે પણ દંગ રહી જશો.

બાઈકના પૈડામાં કંઈક એ રીતે ફસાયો વાંદરો, વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત, જુઓ વાયરલ વીડિયો
monkey stuck in bikeImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 1:20 PM
Share

સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં ક્યારેક એવા વીડિયો પણ સામે આવે છે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં એક વાંદરાના આવા જ એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, એક ઝડપી બાઇકની ટક્કરથી વાંદરો તેના વ્હીલમાં ફસાઇ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં બાઇક સવારને કંઇ થયું ન હતું. પરંતુ વાંદરો જે રીતે બાઇકના પૈડામાં ફસાઇ ગયો હતો તે જોઇને લોકો ચોક્કસથી વિચારમાં પડી ગયા હતા. જ્યારે તમે આ વાયરલ ક્લિપ જોશો ત્યારે તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો જણાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બારાબંકીના બદોસરાઈમાં એક વાંદરો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે તેને એક સ્પીડિંગ બાઇકે ટક્કર મારી હતી. વાંદરો બાઇકને અથડાવાને બદલે આગળના વ્હીલમાં ફસાઇ ગયો. બાઇક સવારે કોઇક રીતે બ્રેક લગાવીને બાઇક રોકી હતી. જે બાદ તેને જોવા લોકોની ભીડ ઉમટી પડી હતી.

વાંદરો પૈડામાં કેવી રીતે અટવાઈ ગયો તે વિચારીને બધા સ્તબ્ધ થઈ ગયા. આ અકસ્માતમાં વાનર અને બાઇક સવાર બંને સુરક્ષિત છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે વાંદરાનો જીવ બચાવવા લોકો મિકેનિકની મદદથી બાઇકનું આગળનું વ્હીલ ખોલે છે અને પછી તેને સુરક્ષિત રીતે બહાર કાઢે છે.

બાઇકમાં ફસાયેલા વાંદરાની આ ક્લિપ થોડીક સેકન્ડની છે, પરંતુ જેણે પણ જોયું તે દંગ રહી ગયા. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. 8 સેકન્ડની આ ક્લિપ જોતા જ વાયરલ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો બાઇકનું વ્હીલ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">