AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ગોલગપ્પાથી શખ્સે તૈયાર કર્યો IceCream Roll, લોકો બોલ્યા ‘આ ગુના માટે નર્કમાં પણ જગ્યા નહીં મળે’

અજીબોગરીબ ફૂડ એક્સપરિમેન્ટ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરના સમયમાં ગોલગપ્પા આઈસ્ક્રીમ સાથેનો લેટેસ્ટ પ્રયોગ આવ્યો છે. યુઝર્સ તેને જોઈને ચોંકી ગયા છે અને કોમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Viral: ગોલગપ્પાથી શખ્સે તૈયાર કર્યો IceCream Roll, લોકો બોલ્યા 'આ ગુના માટે નર્કમાં પણ જગ્યા નહીં મળે'
Golgappa Ice Cream Roll (Image: Snap From Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:25 AM
Share

જો કે ભોજનનો સ્વાદ વધારવા માટે ફૂડ એક્સપરિમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રક્રિયા બીજી તરફ જવા લાગી છે. લોકો પ્રયોગના નામે કંઈપણ તૈયાર કરવા લાગ્યા છે. આ જ કારણ છે કે આપણું સોશિયલ મીડિયા (Social Media) આવા ઘૃણાસ્પદ પ્રયોગોથી ભરેલું છે. તેમને ખાવાનું તો દૂર લોકો તેમની તરફ જોવાનું પણ પસંદ કરતા નથી. હવે આ લીસ્ટમાં ગોલગપ્પા આઈસ્ક્રીમ રોલ (Golgappa Ice Cream Roll)નું નામ પણ જોડાઈ ગયું છે.

અસંખ્ય વિવિધતાઓ સાથે ગોલ ગપ્પા દેશમાં સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ફૂદીના અને આબંલીના પાણી (બાફેલા બટેટા અને ચણાથી ભરેલી પુરી)ના સ્વાદિષ્ટ ફ્લેવર વિશે વિચારીને જ આપણને મોંમા પાણી આવી જાય છે પણ જો કોઈ આપણા મનપસંદ ગોલ ગપ્પાને આઈસ્ક્રીમના રોલમાં ફેરવી દે તો શું થાય! તાજેતરના દિવસોમાં આવું કંઈક એક સ્ટ્રીટ વેન્ડર દ્વારા કરવામાં આવ્યું છે.

વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર પહેલા સામાન્ય પુરી લે છે, તેમાં બટાકા, ચણા, ચટણી અને પાણી ભરે છે અને પછી ઉપર ક્રીમ નાખીને ઠંડી પ્લેટ પર સારી રીતે બીટ કરે છે અને પછી દુકાનદાર તેના પર પોતાની કલાકારી બતાવે છે. આ જોઈને ગોલગપ્પા પ્રેમીઓના દિલ પર છરીઓ ચાલી ગઈ હશે. છેવટે, દુકાનદાર તેને કાપીને તેનો રોલ તૈયાર કરે છે અને ફરીથી મીઠી ચટણી, ચણા અને બટાકા ઉપર મૂકવામાં આવે છે.

આ વીડિયોને thegreatindianfoodie નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. તેણે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. શેર કરેલા આ વીડિયોને 26 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. પરંતુ વીડિયો જોયા બાદ દરેક લોકો દુકાનદારને ઉગ્રતાથી કહી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘લાગે છે કે હવે તમારે પાણીપુરી ખાવાનું છોડી દેવું પડશે.’ ત્યારે અન્ય એક યુઝરે કહ્યું કે તેને જોઈને ઉલ્ટી થવાની ખાતરી છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, “સમજાતું નથી ગોલ ગપ્પા છોડી દવ કે ઇન્સ્ટાગ્રામ” અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘હવે આ નવા વર્ષમાં ખબર નહીં હજુ શું જોવા મળી જાય.

આ પણ વાંચો: Viral Video: હવામાં ઉડતી જોવા મળી મરઘી, વીડિયો જોઈ લોકોને થઈ રહ્યું છે આશ્ચર્ય

આ પણ વાંચો: Viral: માનવતા મહેકાવતો આ હૃદયસ્પર્શી વીડિયો લોકોને ખુબ જ આવી રહ્યો છે પસંદ

Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
g clip-path="url(#clip0_868_265)">