મોટેભાગે દરેક બાઈકરનો (Biker) શોખ હોય છે કે તેની પાસે મોંઘી બાઈક હોય. ત્યારે આ યુવાવર્ગ ફૂલ સ્પીડથી આશ્ચર્યજનક સ્ટંટ (Stunt) કરીને બતાવે છે. આ જ કારણ છે કે જેમની પાસે બાઈક છે તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે.
ઘણાના માથા પર સ્ટંટ કરવાનું એવું ભૂત હોય છે કે તેઓ પોતાનો જીવ પણ ગુમાવે છે પણ એવા લોકો છે જે માનવાનું નામ પણ નથી લેતા. આવા જ એક સ્ટંટનો વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકોને સ્ટંટ કરવાનો ઘણો ક્રેઝ હોય છે.
ઘણી વખત લોકો આવા સ્ટંટ કરે છે, તે જોઈને અન્ય લોકોના રૂવાંડા ઉભા થઈ જાય છે. ક્યારેક ખતરનાક સ્ટંટ કરતી વખતે લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આમ છતાં યુવા વર્ગ સ્ટંટ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં કેવી રીતે એક માણસ પોતાની બાઈક સાથે હાઈવેની વચ્ચો-વચ્ચ સ્ટંટ કરી રહ્યો છે.
જુઓ વીડિયો:
Sin manos… pic.twitter.com/rAqF5GPDMk
— El Chiki (@Elchiki_hn) October 9, 2021
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈવે પર વાહનો આગળ વધી રહ્યા છે, ત્યારે જ ફ્રેમમાં એક વ્યક્તિ દેખાય છે જે બાઈક પર ઉભા રહીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ, સંતુલન બગડતાં જ તે સીધો રસ્તા પર પડી જાય છે. જો કે, તે નસીબદાર હતો કે બીજી બાજુથી આવતા વાહન તરફ પડ્યો ન હતો નહીં તો તેનો જિંદગીથી હાથ ધોવાનો વારો આવતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બાદ લોકોએ બાઈકરને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું. એક યુઝરે વીડિયો જોયા બાદ કહ્યું કે ‘લોકો ખરેખર સ્ટંટ કરવાના ચક્કરમાં જીવનની પરવા કરતા નથી.’ જ્યારે અન્ય યુઝરે કહ્યું કે આપણે આવા ખતરનાક સ્ટંટથી બચવું જોઈએ તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે હવે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના સ્ટંટ કરતા પહેલા વિચારશે.
આ પણ વાંચો : જો તમે પણ છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરો છો? તમારે દંડ ચૂકવવો પડશે નહીં, જાણો આ પાછળનું કારણ
આ પણ વાંચો : H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું