H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું

ગ્રીન કાર્ડની (GreenCard) પ્રક્રિયામાં વિલંબ પર બોલતા વ્હાઈટ હાઉસે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આ સમસ્યાને દૂર કરવા માંગે છે. તેનાથી ભારતીય ધંધાર્થીઓને ઘણો ફાયદો થશે.

H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું
US president joe biden (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 6:42 PM

US Green Card: વ્હાઈટ હાઉસે (White house) જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) ગ્રીન કાર્ડ ઈશ્યૂ સિસ્ટમમાં વધુ પડતા વિલંબની સમસ્યાને ઉકેલવા માંગે છે. આ પગલાથી અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ઘણા ભારતીયોને ફાયદો થશે.

ગ્રીન કાર્ડ જેને સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તે યુનાઈટેડ સ્ટેટ્સમાં ઈમિગ્રન્ટ્સને પુરાવા તરીકે જાહેર કરાયેલ દસ્તાવેજ છે કે ધારકને યુનાઈટેડ સ્ટેટ્સમાં કાયમી રહેવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. હાલના ઈમિગ્રેશન સિસ્ટમથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ સૌથી વધુ પ્રભાવિત થયું છે. મોટાભાગના ભારતીયો H-1B વર્ક વિઝા પર અમેરિકા આવે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ઈમિગ્રેશન સિસ્ટમ હેઠળ ગ્રીન કાર્ડ અથવા કાયમી રહેઠાણની ફાળવણી પર દરેક દેશ માટે સાત ટકા ક્વોટા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ શુક્રવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “રાષ્ટ્રપતિ ચોક્કસપણે ગ્રીનકાર્ડ જાહેર કરવાની પ્રક્રિયામાં વિલંબને દૂર કરવા માંગે છે.” સાકી 1 ઓક્ટોબરના રોજ લગભગ 80,000 રોજગાર આધારિત જીરણ કાર્ડની બરબાદીના સવાલ પર જવાબ આપી રહી હતી, જેને ઓફિશિયલ રીતે કાનૂની સ્થાયી નિવાસ કહેવામાં આવે છે.

કેમ થઈ રહી છે ગ્રીન કાર્ડની બરબાદી?

યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો લોકોને ફાળવવામાં અસમર્થ હોય એ માટે ગ્રીન કાર્ડ બરબાદ થયા છે. હજારો પ્રતિભાશાળી ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડ આપવામાં વિલંબએ ભારતીય-અમેરિકનો અને અહીં રહેતા તેમના આશ્રિત બાળકો માટે ચિંતાનું મુખ્ય કારણ છે.

આવા લોકોને ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયામાં ક્યારેક દાયકાઓ લાગે છે. એચ -1 બી વિઝા ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માંગવામાં આવે છે. તે બિન-ઈમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશી કામદારોને વિશિષ્ટ વ્યવસાયોમાં રોજગારી આપે છે, જેને સૈદ્ધાંતિક અથવા ટેક્નિકી કુશળતાની જરૂર હોય છે.

ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી ગ્રીન કાર્ડ પર આધાર રાખે છે. ભારતીય ટેકનોલોજી વ્યાવસાયિકોએ બાઈડન વહીવટીતંત્ર અને અમેરિકી કોંગ્રેસને વિનંતી કરી હતી કે તે ગ્રીન કાર્ડ સ્લોટ્સને અટકાવવા માટે જરૂરી કાયદાકીય ફેરફારો કરવામાં આવે.

આ સપ્તાહની શરૂઆતમાં કોંગ્રેસી મેરિયનેટ મિલર-મીક્સે એમ્પ્લોયમેન્ટ વિઝા પ્રોટેક્શન બિલ રજૂ કર્યું હતું, જે યુએસસીઆઈએસને 2020 અને 2021ના ​​નાણાકીય વર્ષોમાં ઉપયોગ માટે બિનઉપયોગી રોજગાર આધારિત વિઝા સાચવવાની મંજૂરી આપશે.

આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Yojnaને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જલ્દી જ કરી લો આ કામ નહીં તો નહીં મળે પૈસા

આ પણ વાંચો :Good News: હવે એક જ છોડમાં ઉગશે ટમેટા અને રીંગણાં, વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

g clip-path="url(#clip0_868_265)">