AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે પણ છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરો છો? તમારે દંડ ચૂકવવો પડશે નહીં, જાણો આ પાછળનું કારણ

ટેક્સ છૂટની લિમિટ શું છે, તે તેના પર નિર્ભર કરે છે કે તમે નવા ટેક્સ નિયમથી ITR ભરી રહ્યા છો અથવા તો જૂની ટેક્સ સિસ્ટમથી. જો કોઈ વ્યક્તિ નવા નિયમ હેઠળ ITR ફાઈલ કરે છે તો તેના માટે બેઝિક ટેક્સ છૂટની લિમિટ 2.5 લાખ રૂપિયા છે.

જો તમે પણ છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરો છો? તમારે દંડ ચૂકવવો પડશે નહીં, જાણો આ પાછળનું કારણ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 6:41 PM
Share

જો કોઈ વ્યક્તિ છેલ્લી તારીખ એટલે કે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ પછી ભરે તો તેને દંડ ભરવો પડે છે. ITR ભરવાની અંતિમ તારીખ સરકારે 31 ડિસેમ્બર નક્કી કરી છે. આ પહેલા તમારે ITR ફાઈલ કરવું પડશે. નહીંતર બીજી વાર ITR ભરતા સમયે દંડ માટે તૈયાર રહો. 

જે લોકો સમયમર્યાદા પછી ITR ફાઈલ કરે છે, તેમણે આગામી ફાઈલિંગ સમયે હિસાબ કરીને દંડ ચૂકવવો પડે છે. જો કે દરેક સાથે આવું થતું નથી. ITR મોડા ભરવા માટે દરેકને દંડ ચૂકવવો પડતો નથી. આ માટે કેટલાક ખાસ નિયમો છે.

આવકવેરા નિયમો અનુસાર તમામ લોકોને છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરવા માટે દંડ ભરવો પડતો નથી. જો કોઈ વ્યક્તિની કુલ આવક ટેક્સ છૂટની લિમિટથી વધુ ન હોય તો ITRની છેલ્લી તારીખ પછી પણ રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. તેની જોગવાઈ કલમ 234Fમાં કરવામાં આવી છે. અહીં કુલ આવકનો અર્થ છે- જે આવક કલમ 80C અને 80U હેઠળ કરમુક્તિ લીધા વગર કરવામાં આવે છે. તેને કુલ આવક અથવા કુલ ગ્રોસ ટોટલ ઈન્કમ કહેવામાં આવે છે.

શું કહે છે નિયમ?

ટેક્સ છૂટની લિમિટ શું છે. તે તેના પર નિર્ભર કરે છે કે તમે નવા ટેક્સ નિયમથી અથવા જૂની ટેક્સ સિસ્ટમમથી ITR ભરી રહ્યા છો. જો કોઈ વ્યક્તિ નવા નિયમ હેઠળ ITR ફાઈલ કરે છે તો તેના માટે બેઝિક ટેક્સ લિમિટ 2.5 લાખ રૂપિયા છે. ટેક્સ પેયરની ઉંમર અંગે કોઈ નિયમ નથી. જો એ જ વ્યક્તિ જૂના ટેક્સ નિયમો અપનાવે છે તો પછી ટેક્સ મુક્તિની મૂળ મર્યાદા વય પર આધારિત રહેશે.

હાલમાં 60 વર્ષના લોકો માટે મૂળભૂત છૂટ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. જો વરિષ્ઠ નાગરિક 60થી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી હોય તો મૂળ મર્યાદા 3 લાખ છે. 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે.

કેટલાક અપવાદો છે

આ નિયમમાં કેટલાક અપવાદો પણ છે. કેટલાક લોકોને ITR ફાઈલ કરવું જરૂરી છે. પછી ભલે તેમની કુલ આવક બેઝિક ટેક્સ કરતા ઓછી હોય. આ અપવાદમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જે ખાસ કરદાતાઓની શ્રેણીમાં આવે છે. જેમણે કોઈપણ બેંકના ચાલુ ખાતામાં 1 કરોડ કે તેથી વધુ રકમ જમા કરાવી છે તો પછી તેમને સમયમર્યાદા પછી ITR ફાઈલ કરવા માટે દંડમાંથી રાહત નહીં મળે.

તેવી જ રીતે જેમણે વિદેશ યાત્રા પર 2 લાખથી વધુ અથવા વીજળીના બિલ તરીકે 1 લાખથી વધુ ચૂકવણી કરી છે. તેઓ દંડ ના ભરવાના નિયમમાં સામેલ થશે નહીં. જો આવા લોકો દંડથી બચવા માંગતા હોય તો ITR સમયમર્યાદા પહેલા ભરવું પડશે.

કોને દંડ ભરવો પડશે?

જો વ્યક્તિગત કરદાતાઓ 31 ડિસેમ્બર સુધીમાં ITR રિટર્ન ફાઈલ નહીં કરે તો તેમને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ખાસ વિભાગ હેઠળ નિયત તારીખ પછી આવકવેરા ભરવા પર 5,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવશે.

આવકવેરા વિભાગની કલમ 234F એ જોગવાઈ કરે છે કે જો કરદાતા કલમ 139 (1)માં નિર્દિષ્ટ તારીખની અંદર આવકવેરા રિટર્ન ફાઈલ ન કરે તો તેને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કે જો કરદાતાની આવક રૂપિયા 5 લાખની અંદર હોય તો મોડા દંડ તરીકે માત્ર 1,000 રૂપિયા ચૂકવવાની જોગવાઈ છે. 5 લાખથી વધુ કમાણી પર દંડની રકમ વધશે.

આ પણ વાંચો  : PM Kisan Samman Nidhi Yojnaને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જલ્દી જ કરી લો આ કામ નહીં તો નહીં મળે પૈસા

આ પણ વાંચો :તહેવારો દરમિયાન કોરોનાને રોકવા કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, કેસના પોઝિટિવિટી રેટના આધારે મળશે છૂટછાટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">