Video : નાની બાળકીએ બાહુબલી સોંગ પર કર્યો ગજબનો ક્લાસિકલ ડાન્સ, એક્સપ્રેશન જોઈને યુઝર્સ પણ મંત્રમુગ્ધ થયા

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બાળકીનો ડાન્સ વીડિયો ખુબ છવાયો છે.આ બાળકીના એક્સપ્રેશન જોઈને લોકોને પણ આશ્વર્ય થઈ રહ્યુ છે.

Video : નાની બાળકીએ બાહુબલી સોંગ પર કર્યો ગજબનો ક્લાસિકલ ડાન્સ, એક્સપ્રેશન જોઈને યુઝર્સ પણ મંત્રમુગ્ધ થયા
little girl Classical dance video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:37 PM

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ બાળકો સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં ક્યારેક બાળકોનો ડાન્સ તો ક્યારેક બાળકોના સિંગિગ વીડિયો લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનતા હોય છે.તાજેતરમાં આવો જ એક નાની બાળકીનો (Little Girl) ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ છવાયો છે.આટલી નાની ઉંમરમાં બાળકી જે રીતે બાહુબલી સોંગ પર ક્લાસિકલ ડાન્સ કરી રહી છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

બાળકીએ  શાનદાર ક્લાસિકલ ડાન્સ કરીને લોકોનુ દિલ જીત્યુ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાની બાળકી ફિલ્મ બાહુબલીના સોંગ ‘કૌન હૈ વો કૌન હૈ વો કહાં સે વો આયા’ પર શાનદાર ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળે છે. સામાન્ય રીતે ક્લાસિકલ ડાન્સ (Classical Dance) સહેલો નથી, કેટલીકવાર લોકોને તે શીખવામાં વર્ષો લાગે છે. પરંતુ આ બાળકી જે રીતે ડાન્સ કરી રહી છે તે જોઈને એવુ લાગે છે કે તેણે આટલી નાની ઉંમરથી જ આ ક્લાસિકલમાં નિપુણતા મેળવી લીધી છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ દરમિયાન બાળકીના એક્સપ્રેશન્સ ખુબ અદ્ભુત છે. તે સોંગના શબ્દોને સારી રીતે સમજી રહી છે અને તે મુજબ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ અદભૂત વિડીયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘નાની ઉંમર અને ગ્રાન્ડ માસ્ટર જેવી રજૂઆત !

આ વીડિયોએ જોઈને યુઝર્સ મંત્રમુગ્ધ કરી દીધા છે. સોશિયલ મીડિયા યુઝર્સે બાળકીના ડાન્સની ખુબ પ્રશંશા કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, ખૂબ જ સુંદર… ડાન્સ સ્કિલ્સ જોઈને મંત્રમુગ્ધ હું મંત્રમુગ્ધ થઈ ગયો, જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral: પોલીસે સિંઘમ સ્ટાઈલમાં ચોરને પકડ્યો, વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુર્ઝસ કરી રહ્યા છે સેલ્યૂટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">