ચટણી અથવા કેચઅપની બોટલમાં વસ્તુ પુરી થવાની હોય છે, ત્યારે તેને દૂર કરવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે આપણે તેને ફેંકી દેવી પડે છે. જો કે અમેરિકન રહેવાસી કેસી રીગરે કેચઅપની બોટલ સાથે એક હેક શેર કર્યું છે, જેના દ્વારા તમે બોટલમાંથી કેચઅપનું છેલ્લું ટીપું પણ કાઢી શકો છો. ચાલો જાણીએ રીગર દ્વારા કરવામાં આવેલ આ અનોખા હેક વિશે.
આ પણ વાંચો : Friendship Viral Video : બાળપણમાં આવી હતી ‘ખરી મિત્રતા’, Video જોયા પછી તમને પણ તમારો બેસ્ટ ફ્રેન્ડ ચોક્કસ યાદ આવશે
લોસ એન્જલસના રહેવાસી રીગરે 30 ઓગસ્ટના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેચઅપ બોટલ સાથે કરેલા હેકનો વીડિયો શેર કર્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેણે 24 સેકન્ડના વીડિયોની શરૂઆતમાં ખુલાસો કર્યો હતો કે, તેણે TikTok પર કોઈને આવું કરતા જોયા છે અને તેને લાગ્યું કે તે અદ્ભુત છે. આ કારણોસર તે પણ આજે તે જ હેક કરવાનો પ્રયાસ કરવા જઈ રહી છે.
વાયરલ વીડિયોમાં રીગરે કહ્યું કે, જ્યારે પણ કેચપ બોટલમાં ઓછો સોસ બચે છે ત્યારે તેને કાઢવાનું મુશ્કેલ બની જાય છે. તેણે કહ્યું, “ઘણા લોકો કેચઅપને બહાર કાઢવા માટે પોતાની હથેળીથી બોટલના પાછળના ભાગે મારતા હોય છે, પરંતુ આ યુક્તિથી પણ કેટલોક કેચઅપ બોટલમાં રહી જાય છે. બોટલના તળિયે ફસાયેલા કેચપને નીચે લાવવાની આ બીજી અનોખી રીત છે.”
વીડિયોમાં રીગરે તેના ડાબા હાથથી કેચઅપની બોટલ પકડી અને પછી તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 360 ડિગ્રી ફેરવવાનું શરૂ કર્યું. રીગરે લગભગ 7 વખત ઝડપથી હાથ ફેરવ્યો. આ પછી, કેચપ બોટલના ઢાંકણની જગ્યાએ તમામ કેચઅપ આવી ગયો, જેના કારણે તેને કાઢવો કરવું સરળ બન્યું.
આ પછી રીગર તેના યુઝર્સને પૂછે છે, ‘આ હેક કેટલું સરસ છે, નહીં?’
રિગરનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 50,000 થી વધુ વખત જોવામાં આવ્યું છે અને 2,500 થી વધુ લાઈક્સ મળી છે. એક યુઝરે રીગરના વિડીયો પર કોમેન્ટ કરી, ‘આ માત્ર કેચઅપ કાઢવા માટેનો હેક નથી, પણ એક શાનદાર શોલ્ડર વોર્મઅપ પણ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મને લાગ્યું કે તે મજાક છે, પરંતુ વાસ્તવમાં તે સારું કામ કર્યું.’
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો