કોમોડો ડ્રેગન એક ઝાટકે ગળી ગયો આખે આખી બકરી, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
આ ખતરનાક પ્રાણીના વીડિયો ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. હાલમાં આજ ખતરનાક કોમોડો ડ્રેગનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.
દુનિયામાં હજારો પ્રકારના પ્રાણીઓ અને જીવ-જંતુ રહે છે. તેમાંથી કેટલાક તો એટલા ખતરનાક હોય છે કે લોકો ડરી જાય. કેટલાક પ્રાણીઓને માણસો માટે ખતરનાક માનવામાં આવે છે. સિંહ, વાઘ, ચિંત્તાની સાથે સાથે તેમાં કોમોડો ડ્રેગનનો પણ તે ખતરનાક પ્રાણીઓમાં સમાવેશ થાય છે. આ પ્રાણી મગરની જેમ આખા શિકારને એક સાથે ગળી જવાની તાકાત ધરાવે છે. આ ખતરનાક પ્રાણીના વીડિયો ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. હાલમાં આજ ખતરનાક કોમોડો ડ્રેગનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.
વાયરલ વીડિયોમાં એક જંગલનો નજારો જોઈ શકાય છે. આ વીડિયોમાં એક મૃત બકરી જમીન પર પડેલી દેખાય છે. અચાનક ત્યાં એક વિશાળ કોમોડો ડ્રેગન આવે છે અને તે એક ઝાટકે આખીને આખી બકરીને ગળી જાય છે. તેને આ કામ કરતા માત્ર 5 સેકેન્ડનો સમય લાગ્યો. આ વીડિયો જોઈ સોશિયલ યુઝર્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. વીડિયો જોઈ મોટા ભાગના લોકોના રુંવાટા ઊભા થઈ ગયા છે.
આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો
View this post on Instagram
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @beautiful_new_pix નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. મોટાભાગના યુઝર્સ આ વીડિયો જોઈ આશ્ચર્યમાં મુકાયા છે. કોમોડો ડ્રેગનને કોમોડો મોનિટર પણ કહેવામાં આવે છે. આ એક વિશાળ ગરોળીની પ્રજાતિ છે. આ પ્રજાતિની ગરોળી ઈન્ડોનેશિયા જેવા દ્વીપમાં જોવા મળે છે. આ ગરોળી આકારમાં મગર જેવી લાગે છે.