IND vs NZ T20 World Cup Final : શું અશ્વિન ઇચ્છે છે કે ભારત T20 વર્લ્ડ કપ ફાઇનલ હારી જાય ? આ વીડિયોને કારણે હાથમાંથી જશે મેચ ! જુઓ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ પહેલાં, આર. અશ્વિનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અશ્વિને શિવમ દુબેને કેવી રીતે આઉટ કરવો તેની ચર્ચા કરી છે, જેનાથી કેટલાક ચાહકો નારાજ છે.

India Vs New Zealand Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતના પૂર્વ સ્પિનર આર. અશ્વિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કારણે ઘણા ભારતીય ચાહકો નિરાશ અને ગુસ્સે જોવા મળી રહ્યા છે.
ભલે આર. અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ તેમના નિવેદનો અને વીડિયોઝ હજુ પણ ચર્ચામાં રહે છે. T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ પહેલા અશ્વિને એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે ભારતીય ખેલાડી શિવમ દુબેને કેવી રીતે આઉટ કરવો તેની ચર્ચા કરી હતી. આ વીડિયોમાં અશ્વિન સમજાવે છે કે બોલરો દુબે સામે કેવી રીતે બોલિંગ કરે તો તેને નિયંત્રિત કરી શકાય.
વીડિયોમાં અશ્વિન કહે છે કે શિવમ દુબેને લેગ સાઈડની બહાર અથવા ઑફ-સ્ટમ્પની બહાર બોલિંગ કરવી જોઈએ. તેમનો મત હતો કે બોલ દુબેથી દૂર રાખવામાં આવે તો તે અસરકારક રીતે રમવામાં મુશ્કેલી અનુભવી શકે છે, કારણ કે તે વિકેટની સામે રમવામાં ખૂબ જ મજબૂત છે. ખાસ વાત એ છે કે અશ્વિને આ વીડિયો સંપૂર્ણ રીતે અંગ્રેજીમાં બનાવ્યો હતો. આ કારણથી કેટલાક ચાહકો માને છે કે આ વીડિયો ન્યુઝીલેન્ડ ટીમને મદદરૂપ થઈ શકે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર અશ્વિનની ટીકા થઈ રહી છે.
Looks like Ashwin badly wants New Zealand to win this World Cup tonight, Other days he will do such things in Hindi or Tamil. #INDVNZ #T20WorldCup pic.twitter.com/QvPoqZf7yJ
— Nibraz Ramzan (@nibraz88cricket) March 8, 2026
બીજી તરફ, T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન શિવમ દુબેનું પ્રદર્શન ખૂબ જ અસરકારક રહ્યું છે. દુબેએ ટૂર્નામેન્ટમાં મહત્વપૂર્ણ પળોમાં ટીમ માટે રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી 34.83 ની સરેરાશથી કુલ 209 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 160 રહ્યો છે. એક અડધી સદી સાથે તેણે ફિનિશરની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી છે. માત્ર બેટિંગ જ નહીં, પરંતુ તેણે બોલિંગમાં પણ પાંચ વિકેટ મેળવી ટીમને મદદ કરી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ બનવાની શક્યતા છે. છેલ્લા છ વર્ષમાં ICC ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલાઓમાં બંને ટીમો ચાર વખત આમને સામને આવી ચૂકી છે. જેમાં ન્યુઝીલેન્ડ બે વખત જીત્યું છે, જ્યારે ભારતે પણ બે વખત જીત મેળવી છે. હવે પાંચમી ટક્કરમાં કોણ જીતે છે તે જોવા ક્રિકેટ ચાહકો આતુર છે.
નોંધ : અહીં આપવામાં આવેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત-ન્યુઝીલેન્ડની ટક્કર, અમદાવાદમાં ટ્રોફી માટે મહામુકાબલો, અહીં જુઓ સ્કોર
