પાલતુ કૂતરાને બચાવવા માણસે સિંહ સામે કરી લડાઈ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પાલતુ પ્રાણીનો જીવ બચાવવા માટે સિંહ સાથે લડતો જોવા મળે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
સોશિયલ મીડિયા પર જંગલના અને જંગલના પ્રાણીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. લોકોને જંગલ અને જંગલી પ્રાણીઓને જોવાની ઘણી જિજ્ઞાસા હોય છે. તેથી જ જંગલના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. હાલમાં સોશિયલ મીડિયા પર જંગલનો એક વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પાલતુ પ્રાણીનો જીવ બચાવવા માટે સિંહ સાથે લડતો જોવા મળે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
આ વીડિયોમાં એક જંગલ વિસ્તારનો નજારો જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિ પોતાના પાલતુ કૂતરા સાથે જંગલ પાસેના વિસ્તારમાં ફરી રહ્યો છે. વીડિયોમાં તમે તે વ્યક્તિની મોટી કાર પણ જોવા મળી રહી છે. ત્યાં અચાનક એક કૂતરા પર સિંહ હુમલો કરે છે. તેનાથી બચવા કૂતરો પોતાના માલિક તરફ ભાગે છે. સિંહ તે કૂતરાને પોતાના મોંઢાથી પકડી લે છે. પોતાના પાતળુ કૂતરાને મુશ્કેલીમાં જોઈ માલિક તરત સિંહ તરફ દોડે છે. તે સિંહે લાકડાના ફટકા મારીને કૂતરાને બચાવવાનો પ્રયાસ કરે છે. તે છેલ્લે સિંહને ઘાયલ કરીને પોતાના પાલતુ કૂતરાને બચાવવામાં સફળ થાય છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુ-ટયુબ પર savage.wilderness નામની ચેનલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, વાહ , માલિકે સરસ હિંમત બતાવી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ સિંહ નહીં પણ શિયાળ લાગે છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, વાહ …પહેલીવાર કોઈને પોતાના પાલતુ પ્રાણી માટે લડતા જોયો. મોટાભાગના યુઝર્સ કૂતરાના માલિકની પ્રશંસા કરી રહ્યા છે.