રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ
જો તમે IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી છે અને તમારી ટ્રેન રદ કરવામાં આવી છે તો માત્ર ભાડાના પૈસા જ તમને પરત કરવામાં આવે છે જ્યારે ટિકિટ બુક કરતી વખતે અન્ય વિવિધ ચાર્જ પણ વસૂલવામાં આવે છે જે રિફંડપાત્ર નથી.
ભારતીય રેલવે જે દરરોજ કરોડો મુસાફરોને સલામત રીતે તેમના સ્થળ પર લઈ જાય છે. કોરોના જેવી મહામારીને કારણ ભારતીય રેલવેએ ઘણી ટ્રેનોની સેવાઓ બંધ કરી દીધી હતી. પરંતુ જેમ જેમ સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેમ ટ્રેનોનું સંચાલન પણ વધારવામાં આવી રહ્યું છે. જોકે, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે ક્યાંક જવા માટે ટ્રેનમાં તમારી ટિકિટ બુક કરાવી હોય અને રેલવેએ કોઈ કારણસર તમારી મુસાફરીની તારીખે તે ટ્રેનને રદ કરી દીધી હોય.
જો રેલવે કોઈ ટ્રેન રદ કરે અને તમે મુસાફરી કરી શકતા ન હોવ તો તમારી ટિકિટની સંપૂર્ણ રકમ તમને પરત કરવામાં આવે છે.
આ કારણે લોકો RAC ટિકિટ પર મુસાફરી કરવા માંગતા નથી
જો તમે IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી છે અને તમારી ટ્રેન રદ કરવામાં આવી છે તો માત્ર ભાડાના પૈસા જ તમને પરત કરવામાં આવે છે જ્યારે ટિકિટ બુક કરતી વખતે અન્ય વિવિધ ચાર્જ પણ વસૂલવામાં આવે છે જે રિફંડપાત્ર નથી. ભારતીય રેલવે અલગ અલગ સંજોગોમાં મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરે છે. પરંતુ જો તમે RAC સીટ મેળવ્યા પછી મુસાફરી ન કરો તો શું રેલવે તમારા ભાડાના પૈસા પરત કરે છે?
ઘણા લોકોને આરએસી સીટ પર મુસાફરી કરવાનું પસંદ નથી. ખરેખર, આરએસી ટિકિટ પર તમને માત્ર બેસવા માટે એક બેઠક મળે છે કારણ કે આમાં બે મુસાફરોએ એક જ સીટ પર બેસવું પડે છે અને તમે તમારી મુસાફરીમાં સૂઈ શકતા નથી. આ જ કારણ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ મહત્વનું કામ ન હોય ત્યાં સુધી લોકોને RAC બેઠકો સાથે મુસાફરી કરવાનું પસંદ નથી.
RAC ટિકિટ પર મુસાફરી ન કરવા માટે રેલવે શું ભાડું પરત કરે છે? હવે સવાલ એ આવે છે કે શું ચાર્ટ તૈયાર કર્યા પછી RAC સીટ મેળવ્યા પછી, જો તમે બિલકુલ મુસાફરી ન કરો તો શું રેલવે તમારા ભાડાના પૈસા પરત કરે છે ? આનો સરળ જવાબ ના છે. જો તમે તમારી RAC ટિકિટ પર મુસાફરી ન કરો તો રેલવે તમને કોઈ રિફંડ આપશે નહીં.
erail.in મુજબ, જો તમે તમારી મુસાફરીની ટિકિટ રદ ન કરો અથવા ટ્રેનની નિર્ધારિત પ્રસ્થાનની ત્રીસ મિનિટ પહેલા ઓનલાઇન TDR ફાઇલ ન કરો તો RAC ટિકિટ પર ભાડાનું કોઈ રિફંડ સ્વીકાર્ય રહેશે નહીં. જો તમને તમારી ટિકિટનું રિફંડ જોઈએ છે, તો તમારે નિર્ધારિત સમયે ટિકિટ રદ કરવી પડશે. જો તમે વિચારી રહ્યા છો કે તમે ટિકિટ રદ કર્યા વગર તમારી ટિકિટના પૈસા પાછા મેળવી શકો છો, તો તે શક્ય નથી.
આ પણ વાંચો : આજથી ATM દ્વારા પૈસા ઉપાડવું મોંઘુ થયું, જાણો કેટલા ચૂકવવા પડશે ચાર્જીસ
આ પણ વાંચો :PENSIONERS માટે ખૂબ જ મહત્વનો છે આ નંબર, ન હોય તો અટકી શકે છે પૈસા, જાણો વિગતવાર