AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PENSIONERS માટે ખૂબ જ મહત્વનો છે આ નંબર, ન હોય તો અટકી શકે છે પૈસા, જાણો વિગતવાર

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા કોઈપણ કંપનીમાંથી નિવૃત્તિ લેનાર વ્યક્તિને PPO નંબર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિથી પોતાનો પીપીઓ નંબર ખોવાઈ જાય તો તે સરળતાથી તેના બેંક ખાતાની મદદથી મેળવી શકે છે.

PENSIONERS માટે ખૂબ જ મહત્વનો છે આ નંબર, ન હોય તો અટકી શકે છે પૈસા, જાણો વિગતવાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 10:02 AM
Share

કર્મચારી પેન્શન યોજના હેઠળના પેન્શનરો(Pensioners)ને એક યુનિક નંબર આપવામાં આવે છે જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે. આ નંબરને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) કહેવામાં આવે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા કોઈપણ કંપનીમાંથી નિવૃત્તિ લેનાર વ્યક્તિને PPO નંબર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિથી પોતાનો પીપીઓ નંબર ખોવાઈ જાય તો તે સરળતાથી તેના બેંક ખાતાની મદદથી મેળવી શકે છે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે.

EPFO મુજબ જો કોઈ વ્યક્તિથી પોતાનો PPO નંબર ખોવાઈ જાય છે તો તે સરળતાથી તેના બેંક ખાતાના નંબર અથવા પીએફ નંબરની મદદથી તેને પ્રાપ્ત કરી શકે છે. >> સૌ પ્રથમ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. >> આ લિંક https://www.epfindia.gov.in/site_en/index.php પર ક્લિક કરો >> હવે ડાબી બાજુએ ‘Online Sevices’ વિભાગમાં ‘Pensioners Portal’ ના વિકલ્પ પર ક્લિક કરો. >> ક્લિક કર્યા પછી, નવું પેજ ખુલશે. આ પેજ પર તમને ડાબી બાજુ ‘Know Your PPO No’ મળશે. વિકલ્પ પર ક્લિક કરો >> અહીં તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે, જે તમારા પેન્શન ફંડ સાથે જોડાયેલ છે અથવા તમે તમારો પીએફ નંબર દાખલ કરીને શોધી શકો છો >> વિગતોના submission પછી PPO નંબર સ્ક્રીન પર દેખાશે.

PPO નંબર આ રીતે પણ મળી શકે છે https://mis.epfindia.gov.in/PensionPaymentEnquiry// લિંક દ્વારા તમારો PPO નંબર મેળવી શકો છો. EPFO પાસે PPO નંબર સંબંધિત માહિતી મેળવવા માટે એક અલગ વેબસાઇટ છે. અહીં તમે જીવન પ્રમાણપત્ર, પીપીઓ નંબર, ચુકવણીની માહિતી અને તમારી પેન્શનની સ્થિતિ વિશેની માહિતી મેળવી શકો છો.

PPO નંબરનું શું છે મહત્વ? પેન્શનર તરીકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી પાસબુકમાં પેન્શન ચુકવણીનો ઓર્ડર નંબર દાખલ થયો છે. ઘણી વખત એવું બને છે કે બેંક કર્મચારીઓ પેન્શનરની પાસબુકમાં PPO નંબર દાખલ કરતા નથી. પેન્શન ખાતું એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરવાના કિસ્સામાં જ્યારે પાસબુકમાં કોઈ PPO નંબર નથી તો તે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આને કારણે, પેન્શનમાં વિલંબ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે EPFO માં તમારી પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ નોંધાવો તો તમારે PPO નંબર આપવો પણ ફરજિયાત છે. ઓનલાઇન પેન્શનની સ્થિતિ જાણવા માટે PPO નંબર પણ જરૂરી છે.

આ પણ વાંચો :Mutual Fundના રોકાણકારો માટે અગત્યના સમાચાર, હવે રોકાણના નાણાં મેળવવા ઇંતેજાર કરવો પડશે નહિ , જાણો SEBI એ નિયમમાં શું કર્યો ફેરફાર

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">