AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિ એ જ પત્નીને હાથ-પગ બાંધીને જમીનમાં જીવતી દાટી , 4 કલાક બાદ માટી હટાવી જાતે બહાર આવી પત્ની

હાલમાં સોશિયલ મીડિયા પર પતિ-પત્ની વચ્ચેની બનેલી વિચિત્ર ઘટના વાયરલ (Viral Story) થઈ રહી છે. એક પતિ એ પોતાની પત્નીનો જીવ લેવા તેના હાથ-પગ બાંધી તેને જમીનમાં દફનાવી દીધી હતી.

પતિ એ જ પત્નીને હાથ-પગ બાંધીને જમીનમાં જીવતી દાટી , 4 કલાક બાદ માટી હટાવી જાતે બહાર આવી પત્ની
Viral StoryImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 11:25 PM
Share

Ajab Gajab News : પતિ-પત્નીનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. 2 વ્યક્તિ પોતાના સંબંધોને મજબૂત બનાવવા, એકબીજાને જીવનમાં આગળ વધારવા અને એકબીજાને ખુશ રાખવા લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા હોય છે. પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો છે. જો પ્રેમ અને વિશ્વાસ નહીં હોય તો તે સંબંધ તૂટી જતા હોય છે. દરેક સંબંધોની જેમ આ સંબંધોમાં પણ લડાઈ-ઝગડા થતા હોય છે. પણ કેટલીકવાર આ લડાઈ-ઝઘડા હત્યા સુધી પહોંચી જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર પતિ-પત્ની વચ્ચેની બનેલી વિચિત્ર ઘટના વાયરલ (Viral Story) થઈ રહી છે. એક પતિ એ પોતાની પત્નીનો જીવ લેવા તેના હાથ-પગ બાંધી તેને જમીનમાં દાટી દીધી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિચિત્ર કિસ્સો અમેરિકાના વોશિંગટનનો છે. 42 વર્ષની યાંગ સૂક એન અને તેના 53 વર્ષીય પતિ ચાય ક્યોંગ એન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંપતિને લઈને વિવાદ ચાલતો હતો. બંને એ એકબીજાથી અલગ થવા માટે કોર્ટમાં છેટાછેડાની અરજી પણ કરી છે. આ બધા વચ્ચે પતિએ તેની પત્નીનો જીવ લેવા માટે તેના ઘરે પહોંચીને તેનું અપહરણ કર્યુ હતુ. ત્યારબાદ જે ઘટના ઘટી તે જાણી તમે ચોંકી જશો.

પત્નીને જીવતી જમીનમાં દફનાવી દીધી

મીડિયા રિપોર્ટ અનુસાર, પત્ની યાંગ સૂકે આરોપ લગાવ્યો હતો કે 16 ઓક્ટોબરે પતિ ચાય ક્યોંગે પહેલા તેના પર હુમલો કર્યો અને પછી હાથ-પગ બાંધીને કારની ડિક્કીમાં નાંખીને લઈ ગયો. પતિ તેની પત્નીને કારની ડિક્કીમાં નાંખીને જંગલમાં લઈ ગયો હતો. ત્યાં જઈ તેણે પહેલાથી તૈયાર કરેલા એક ખાડામાં તેની પત્નીને નાંખી દીધી. ત્યાર બાદ તેણે તેની પત્ની પર માટી નાંખીને તેને જીવતી મારી નાખવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પત્નીએ એક ચાલાકી બતાવી પોતાનો જીવ બચાવ્યો હતો. તે પોતાનું નાક જમીન બહાર રાખવામાં સફળ રહી હતી, જેથી તે શ્વાસ લઈને જીવી શકે. તેની સાથે સાથે તેણે પોતાની એપલ  વોચથી પોતાના સંબંધીઓને અલર્ટ મેસેજ પણ મોકલી દીધો હતો.

જાતે જ જમીનમાંથી આવી બહાર

પત્ની એ જણાવ્યુ કે , તે લગભગ 3-4 કલાક જમીન નીચે જ રહી. ત્યારબાદ તે જાતે માટી હટાવીને બહાર નીકળી હતી. તે ઘર શોધતા શોધતા જંગલમાં ભટકવા લાગી. પોલીસને જાણ થતા પોલીસ ટીમ દ્વારા આ મહિલાનું રેસ્કયૂ કરવામાં આવ્યુ હતુ. 17 ઓક્ટોબરે બીજા દિવસે પોલીસ દ્વારા તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાનો પ્રયાસ અને ઘરેલૂ હિંસાના આરોપમાં તે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે અદાલત તરફથી સજા સંભાળવવાની બાકી છે.

g clip-path="url(#clip0_868_265)">