AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બકરી બની ‘શિવની ભક્ત’, ઘૂંટણિયે બેસીને કર્યું ભગવાનનું ધ્યાન, લોકોએ કહ્યું હર હર મહાદેવ

બકરીનો આ હૃદયસ્પર્શી વીડિયો (Heart touching video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ Sanyasin_1 નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો કાનપુરના પરમટ મંદિરનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં બાબા આનંદેશ્વરની આરતીમાં બકરી ઘૂંટણિયે બેસી હતી.

બકરી બની 'શિવની ભક્ત', ઘૂંટણિયે બેસીને કર્યું ભગવાનનું ધ્યાન, લોકોએ કહ્યું હર હર મહાદેવ
goat viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:03 AM
Share

ક્યારેક સોશિયલ મીડિયા (Social media) પર કેટલાક આવા વીડિયો પણ જોવા મળે છે, જે બધાને ચોંકાવી દે છે. આજકાલ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો. તમે ભગવાન (God) સમક્ષ ઝૂક્યા જ હશો. છેવટે, આપણે મનુષ્ય છીએ અને મનુષ્યો ભગવાનની પૂજા કરીએ છીએ. જો કે, ક્યારેક એવું જોવા મળે છે કે કેટલાક પ્રાણીઓ પણ ભગવાનની સામે માથું નમાવતા હોય છે. ખાસ કરીને તમે હાથીઓને આમ કરતા જોયા જ હશે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક બકરી ભગવાન સમક્ષ નમતી જોવા મળી રહી છે. જેમ મનુષ્ય ઘૂંટણિયે બેસીને ભગવાનનું ધ્યાન કરે છે, બકરી પણ એવું જ કરતી જોવા મળી છે.

બકરી કેવી રીતે ભગવાનના ધ્યાનમાં થાય છે લીન, તે જુઓ

બકરીનો આ હૃદયસ્પર્શી વીડિયો (Heart touching video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ Sanyasin_1 નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કાનપુરઃ પરમટ મંદિરની ઘટના, બાબા આનંદેશ્વરની આરતીમાં ઘૂંટણિયે બેસેલી બકરી,’ ભક્તોની સાથે શિવલિંગ સામે માથું ટેકવે છે. હર હર મહાદેવ’.

માત્ર 24 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 75 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 10 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, બકરીની એકાગ્રતા અકલ્પનીય છે, તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘જ્યારે જાનવર સમજે છે તો માણસ કેમ નહીં?’

g clip-path="url(#clip0_868_265)">