Funny viral Video : હસના જરૂરી હૈ… બાળકે તેના પપ્પા સાથે કર્યો આવો પ્રેન્ક, જોઈને તમે પણ હસ્યા વગર નહીં રહી શકો

TV9 GUJARATI

|

Updated on: Feb 05, 2023 | 9:30 AM

Funny Prank Video : તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં પ્રૅન્ક વીડિયોનો પણ સમાવેશ થાય છે. પ્રૅન્ક વીડિયો સામાન્ય રીતે ફની હોય છે. જે લોકોને હસાવી-હસાવીને લોટપોટ કરી દે છે. હાલના દિવસોમાં એક ફની વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

Funny viral Video : હસના જરૂરી હૈ... બાળકે તેના પપ્પા સાથે કર્યો આવો પ્રેન્ક, જોઈને તમે પણ હસ્યા વગર નહીં રહી શકો
Funny Prank Video

Prank Video : તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં પ્રૅન્ક વીડિયોનો પણ સમાવેશ થાય છે. જો કે પ્રૅન્ક વીડિયો સામાન્ય રીતે ફની હોય છે. જે લોકોને જે લોકોને હસાવી-હસાવીને લોટપોટ કરી દે છે. આ વીડિયોની સૌથી ખાસ વાત એ હોય છે કે પ્રૅન્ક ઝિલવા વાળાની પ્રતિક્રિયા… જો જોવામાં આવે તો, આ પ્રૅન્ક વીડિયોની ખાસ વાત છે. એટલા માટે લોકો એકબીજા સાથે ઘણા પ્રૅન્ક વીડિયો શેર કરે છે. આવો જ એક પ્રૅન્ક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ન માત્ર જોઈ રહ્યા છે પણ એકબીજા સાથે શેર પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Prank Video: છોકરાને મોલમાં પ્રેન્ક કરવું ભારે પડી ગયું, વીડિયો જોઈ તમે પણ હસવાનું નહીં રોકી શકો

પ્રૅન્ક ઘણી વાર જોવા મળે છે કે પ્રૅન્કિંગનો વિચાર ફક્ત તમારા મિત્રો સાથે જ આવે છે અને અહીં લેવલ પણ અલગ હોય છે, પરંતુ જો વાત પરિવારના સભ્યો સાથે પ્રૅન્ક કરવાની હોય તો દરેક વ્યક્તિ તેના વિશે વિચારી શકતી નથી, કારણ કે મજાની તો ખબર નહી, પણ સજા મળવાનો ખતરો હોય છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે સજાથી ડરતા નથી, તેઓ આવી ખતરનાક ટીખળો કરે છે. હવે આ બાળક ને જુઓ જેને પોતાના પિતા સાથે મજાક કરવાનું સુઝે છે અને એવું કામ કરે છે કે તેના પિતા પણ ડરી જાય છે.

અહીં, ફની વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક તેનો શર્ટ પ્રેસ કરી રહ્યો છે અને તેના પિતા તેની સામે બેઠેલા જોવા મળે છે અને આ દરમિયાન બાળક પ્રેસને અડી જાય છે અને તે એવી રીતે પ્રતિક્રિયા આપે છે કે તેની આંગળીઓ બળી ગઈ છે. આ પછી પિતા તેને શર્ટ કેવી રીતે પ્રેસ કરવો તે કહે છે પરંતુ બાળકના મનમાં એક અલગ જ લેવલનું તોફાન હોય છે અને પછી તે પ્રેસને એવી જગ્યાએ મૂકે છે કે તે તેના પિતાના પગ પર પડે છે અને પ્રેસ તેને ગરમ સમજીને પિતા જોરથી કૂદી પડે છે અને થોડાં પાછા જાય છે. આ પછી તે પ્રેસને સ્પર્શ કરે છે અને પછી તેને ખબર પડે છે કે તેના પુત્રએ પ્રેંક કર્યું છે.

આ વીડિયોને ટ્વિટર પર @Extremelol_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી પાંચ લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. કેટલાકને આ પ્રેન્ક હાસ્યાસ્પદ લાગી રહી છે તો કેટલાક કહી રહ્યા છે કે આવું કરવું યોગ્ય નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati