AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Prank Video: છોકરાને મોલમાં પ્રેન્ક કરવું ભારે પડી ગયું, વીડિયો જોઈ તમે પણ હસવાનું નહીં રોકી શકો

વાયરલ થઈ રહેલા આ પ્રેન્ક વીડિયો કોઈ મોલમાં શૂટ કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છે કે ક્રીમ લોઅર અને ટી-શર્ટમાં એક યુવક એસ્કલેટર પર ચઢતા સમયે બાજુમાંથી ઉતરી રહેલી એક છોકરીને ટચ કરવાનો પ્રયત્ન કરે છે પણ યુવકને આ પ્રેન્ક કરવું ભારે પડી જાય છે.

Viral Prank Video: છોકરાને મોલમાં પ્રેન્ક કરવું ભારે પડી ગયું, વીડિયો જોઈ તમે પણ હસવાનું નહીં રોકી શકો
Viral Prank Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 5:42 PM
Share

સોશિયલ મીડિયા પર ઘણા પ્રેન્ક વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં ઘણીવાર પ્રેન્ક કરનારાને માર ખાવાનો પણ વારો આવે છે અને ઘણી વખત પ્રેન્કના લીધે સામેની વ્યક્તિ ડરી જાય છે. ઘણા પ્રેન્ક વીડિયો ચોંકાવનારા તો ઘણા ડરાવી દે તેવા હોય છે. જો કે આ વીડિયો બનાવવાનો ઉદ્દેશ્ય એક જ હોય છે કે લોકોને હસાવવા. જો કે હસાવવાના કારણે પ્રેન્ક કરનારને માર પણ ખાવો પડે છે. ત્યારે તાજેત્તરમાં વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે હસવાનું રોકી નહીં શકો. એક યુવક મોલમાં પ્રેન્ક કરવા ગયો પણ તેની સાથે જે પણ થયું તે જોઈને લોકો ખુબ જ હસી રહ્યા છે.

View this post on Instagram

A post shared by MEMES KI DUKAN 🔥 (@memecentral.teb)

યુવકને આ પ્રેન્ક ભારે પડી ગયુ

વાયરલ થઈ રહેલા આ પ્રેન્ક વીડિયો કોઈ મોલમાં શૂટ કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છે કે ક્રીમ લોઅર અને ટી-શર્ટમાં એક યુવક એસ્કલેટર પર ચઢતા સમયે બાજુમાંથી ઉતરી રહેલી એક છોકરીને ટચ કરવાનો પ્રયત્ન કરે છે પણ યુવકને આ પ્રેન્ક કરવું ભારે પડી જાય છે. જેવો જ પ્રેન્કબાજ છોકરીને ટચ કરે છે, તેનો બોયફ્રેન્ડ અચાનકથી કોલર પકડીને પ્રેન્ક કરનારા છોકરાને પોતાની બાજુ ખેંચી લે છે. બોયફ્રેન્ડ ઉગ્ર થઈને ઠપકો આપે તે પહેલા જ છોકરો પોતાના પ્રેન્ક પરથી પડદો ઉઠાવી લે છે પણ આ દરમિયાન પ્રેન્ક કરનારો છોકરો ખુબ જ ડરેલો જોવા મળે છે.

આ પ્રેન્ક વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર memecentral.teb નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે ‘અરે ભાઈ’. 3 દિવસ પહેલા શેયર થયેલા આ વીડિયોને અત્યાર સુધી 7.4 હજાર લોકો લાઈક કરી ચૂક્યા છે, ત્યારે ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે એટલે જ આવી હાસ્યાસ્પદ પ્રેન્કસ ના કરવી જોઈએ, ત્યારે બીજા યુઝરે લખ્યું કે ‘પ્રેન્ક કરવો છે તો એકલામાં કરો, નહીં તો આજ હાલ થશે’. અન્ય એક યુઝરે લખ્યું કેમ ભાઈ, આવી ગયો સ્વાદ. જણાવી દઈએ કે વીડિયો જોયા બાદ લોકો પ્રેન્કસ્ટરની મજા લઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">