Animal Video: હુમલો કર્યા વિના જ જંગલના રાજાએ કૂતરા તરફ લંબાવ્યો મિત્રતાનો હાથ, વીડિયો જોઈને લોકોને યાદ આવ્યા જય-વીરુ
એક કહેવત છે કે કૂતરાના ભસવાથી સિંહની ગર્જના શાંત થઈ શકતી નથી અને કૂતરો સિંહનો (Wildlife) મિત્ર બની શકતો નથી, પરંતુ આ દિવસોમાં જે બહાર આવ્યું છે તે થોડું અલગ છે, કારણ કે સફેદ સિંહ અને કૂતરો સામસામે ઊભા છે અને એક બીજાને જોઈ રહ્યા છે.
સિંહ તેની તાકાત (Wildlife Video) અને ક્રોધી સ્વભાવને કારણે આખા જંગલમાં જાણીતો છે. આની સામે સૌથી મોટા પ્રાણીઓની હવા ટાઈટ થઈ જતી હોય છે. આ જ કારણ છે કે જંગલની અંદર કોઈ પ્રાણી તેની નજીક આવવાની કોશિશ કરતું નથી. જંગલનો રાજા જ્યારે ફરવા માટે જંગલમાં નીકળે છે ત્યારે ત્યાં હાજર તમામ પ્રાણીઓ પોતાનો રસ્તો બદલી નાખે છે, પરંતુ એવું નથી કે જંગલનો રાજા મિત્રતા કેવી રીતે નિભાવવી એ જાણતો નથી અથવા તેની તરફ કોઈ દોસ્તીનો હાથ લંબાવે તો તે નનૈયો ભણી દે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે સિંહનો મિત્ર કૂતરો બની શકે છે. ક્યારેય નહીં, પરંતુ તે બન્યું છે.
એક કહેવત છે કે કૂતરાના ભસવાથી સિંહની ગર્જના શાંત થઈ શકતી નથી અને કૂતરો સિંહનો મિત્ર બની શકતો નથી, પરંતુ આ દિવસોમાં જે બહાર આવ્યું છે તે થોડું અલગ છે, કારણ કે સફેદ સિંહ અને કૂતરો સામસામે ઊભા છે અને એક બીજાને જોઈ રહ્યા છે. આ દરમિયાન, કૂતરો બિલકુલ ડરતો નથી અને કૂતરાને તેની સામે જોઈને ગુસ્સે પણ થતો નથી.
અહીં વીડિયો જુઓ………..
વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહ કૂતરાની આસપાસ ફરે છે. કૂતરો સિંહને જોઈને અસ્વસ્થતા અનુભવે છે અને તેને જોઈને જોરથી ભસવા લાગે છે. ગમે ત્યારે તેના પર હુમલો કરશે, પણ પછી સિંહ તેની તરફ મિત્રની જેમ હાથ લંબાવે છે, સિંહ કૂતરા સાથે એવું વર્તન કરે છે જાણે તે તેનો શ્રેષ્ઠ મિત્ર હોય.
આ આશ્ચર્યજનક વીડિયો ToyQuest101 નામના એકાઉન્ટ દ્વારા YouTube પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યારે 33 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ સિવાય 1.6 મિલિયનથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘આ વીડિયો ખરેખર સુંદર છે અને માણસોએ પણ આમાંથી કંઈક શીખવું જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘મેં પહેલીવાર સિંહનું આટલું મૈત્રીપૂર્ણ વર્તન જોયું છે.’ , અન્ય ઘણા લોકોએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા છે.