AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે લીધી છે ક્યારેય આવી મજા, જ્યાં વોટરપાર્ક પણ ટૂકું પડે, Viral Videoમાં જૂઓ ટેણિયાઓની અનોખી મસ્તી

દરેક ઉંમરના લોકોને વરસાદની મોસમ ગમે છે. આકાશમાંથી પડતાં ટીપાં જોઈને તેમાં ભીંજાઈ જવું બધાને ગમે છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો વાયરલ (child playing in mud video goes viral) થઈ રહ્યો છે, જેમાં બાળકો મસ્તી સાથે રમતાં જોવા મળી રહ્યા છે.

તમે લીધી છે ક્યારેય આવી મજા, જ્યાં વોટરપાર્ક પણ ટૂકું પડે, Viral Videoમાં જૂઓ ટેણિયાઓની અનોખી મસ્તી
child playing in mud video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 3:53 PM
Share

જ્યારે પણ દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના બાળપણના (Childhood) દિવસોને યાદ કરે છે ત્યારે તે મનમાં હસવા લાગે છે. આનું કારણ સ્પષ્ટ છે કે કોઈપણ માટે તેના બાળપણની યાદો સૌથી મૂલ્યવાન છે. આ સોનેરી યાદો સાથે બીજી કોઈ ખુશીની સરખામણી થઈ શકે નહીં. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને તક મળે છે, તે ફરીથી તેના બાળપણમાં પાછા ફરવા માંગે છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં રમાતી રમતો, જેના વિશે વિચારવાથી વ્યક્તિ ખુશ થાય છે. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં બાળકોનું ગ્રુપ કાદવમાં મસ્તી કરતા જોવા મળે છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, વરસાદની મોસમ દરેક ઉંમરના લોકોને પસંદ હોય છે. આકાશમાંથી પડતાં ટીપાં જોઈને તેમાં ભીંજાઈ જવું બધાને ગમે છે. હા, પણ વરસાદને કારણે કાદવ-કીચડ અને ગંદકી પણ થાય છે, જે લોકોને બિલકુલ પસંદ નથી, પરંતુ બાળકો છે, તેઓ તેમાં પણ તેમની રમત શોધે છે. હવે સામે આવેલો આ વીડિયો જુઓ જેમાં કેટલાક બાળકો કાદવમાં આવી જ મસ્તી કરતા જોવા મળે છે.

અહીં વીડિયો જુઓ……

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક બાળકો સ્લાઈડ્સ બનાવીને આ માટીમાં રમતાં જોવા મળે છે. બાળકો તેના પર એક પછી એક આવે છે અને સીધા નીચે જાય છે. કાદવમાં લપસી રહેલા બાળકોના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળે છે. આ વીડિયો ચોક્કસપણે બાળપણના સોનેરી દિવસોની યાદો તાજી કરાવે છે. બાળકોને આ રીતે કાદવમાં જોઈને તમે ગુસ્સે નહીં થાવ પણ તેમની માસૂમિયતના પ્રેમમાં પડી જશો.

આ વીડિયોને Instagram પર earth.brains નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. ક્લિપ જોયા બાદ ઘણા લોકોએ તેમના બાળપણના મિત્રોને પણ ટેગ કર્યા છે. આ વીડિયો જોઈને લોકોને ન માત્ર તેમના બાળપણના દિવસો યાદ આવી રહ્યા છે પરંતુ આ વીડિયો દ્વારા તેમણે ઘણા લોકોના બાળપણની યાદોને તાજી કરી છે. આ જ કારણ છે કે ઘણા લોકોએ તેને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">