કૂતરાએ જોરદાર છલાંગ લગાવીને હવામાં જ પકડ્યો બોલ, લોકોએ કહ્યું- ગજબ છે સ્ટાઈલ
હાલમાં એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં એક ડોગી (Dog Viral Video) ઉંચો કૂદકો મારતો મસ્તી કરતો જોવા મળે છે. જેને જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

સોશિયલ મીડિયાએ વાયરલ વીડિયોનો ખજાનો છે. અવારનવાર આવા ફની વીડિયો (Funny Viral Video)અહીં વાયરલ થાય છે, જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. લોકો હસવે છે તો ક્યારેક ઈમોશનલ પણ કરે છે. ત્યારે લોકોને આ ફની વીડિયો પણ ઘણા પસંદ આવે છે. ખાસ કરીને પ્રાણીઓને લગતા વીડિયો લોકોને વધુ ગમે છે. હાલમાં જ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં એક ડોગી (Dog Viral Video)ઉંચો કૂદકો મારતો મસ્તી કરતો જોવા મળે છે. જેને જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
શ્વાનને યોગ્ય રીતે તાલીમ આપવામાં આવે તો શું ન કરી શકે? માણસના આ સૌથી વફાદાર પ્રાણીના સોશિયલ મીડિયા પર આવા વીડિયો અવારનવાર જોવા મળે છે, જેના કારણે તે પોતાના પરાક્રમ અને બુદ્ધિમત્તાથી બધાને ચોંકાવી દે છે. લોકો તેમના પાલતુ કૂતરાઓના ઘણા વીડિયો પણ પોસ્ટ કરે છે. જેના કારણે સોશિયલ મીડિયા પર કૂતરાઓના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ બુદ્ધિશાળી કૂતરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે બોલને પકડવા માટે હવામાં એટલો ઊંચો કૂદકો મારે છે કે જોનારાઓની આંખો ફાટી જાય છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મેદાનમાં એક કૂતરા સાથે બે લોકો હાજર છે, જેમાં એક વ્યક્તિ નીચે નમીને કૂતરા માટે પ્લેટફોર્મ તૈયાર કરે છે, જ્યારે એક વ્યક્તિ હાથમાં બોલ લઈને ઉભો છે જેની રાહ જોઈ રહ્યો છે. બોલ હવામાં ઉછળે છે, અને કૂતરો નમેલી વ્યક્તિની પીઠનો ટેકો લે છે, હવામાં જબરદસ્ત કૂદકો મારીને બોલને મોંથી પકડી લે છે.
View this post on Instagram
આ વીડિયોને malinois.gram નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે આ કૂતરાને જબરદસ્ત ટ્રેનિંગ આપવામાં આવી હોય તેવું લાગે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ કૂતરાએ ખરેખર આશ્ચર્યજનક છલાંગ લગાવી છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.