Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જેમાં પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે.જ્યારે કેટલાક પ્રાણીઓને (Animals Video) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચિમ્પાન્ઝીનો આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં આ ચિમ્પાન્ઝીના અંદાજને જોઈને લોકોને પણ આશ્વર્ય થઈ રહ્યુ છે.
ચિમ્પાન્ઝીને આ રીતે કપડા ધોતા જોઈને મહિલાઓ વિચારમાં !
પ્રાણીઓમાં ચિમ્પાન્ઝીને એક સમજદાર પ્રાણી માનવામાં આવે છે.પરંતુ શું તમે ક્યારેય કોઈ ચિમ્પાન્ઝીને માણસની જેમ કપડા ધોતા જોયા છે.તાજેતરમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં (Viral video) આવુ જ જોવા મળે છે.વીડિયોમાં જોઈ શકાય છે કે,તે કપડા પર સાબુ લગાવે છે અને બાદમાં તે કપડાને ઘસી ઘસીને સાફ કરતો જોવા મળી રહ્યો છે.વાંદરાને આ રીતે કપડા ધોતા જોઈને મહિલાઓને પણ આશ્વર્ય થઈ રહ્યુ છે.
જુઓ વીડિયો
View this post on Instagram
યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર helicopter_yatra નામના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો ચિમ્પાન્ઝીના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા(Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ચિમ્પાન્ઝીને જોઈને મહિલાઓ પણ શરમાઈ જાય.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા કેટલાક બેસ્ટ ટુચકાઓ અહીં વાંચો
આ પણ વાંચો : Coal Crisis In India: આખરે એવું તો શું થયું કે દેશમાં વીજળીનું સંકટ પેદા થઈ ગયું, સમજો શેના કારણે બની ગઈ સ્થિતિ