એક સમય હતો જ્યારે ‘ગિલ્લી દંડા’ (Gilli Danda) રમત માત્ર શેરીઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે લોકો તેને ધીરે-ધીરે જાણવા લાગ્યા છે. તમે પણ નાનપણમાં (Desi Games) આ રમત રમ્યા જ હશો અને ન રમ્યા હોય તો તેને વિશે સાંભળ્યું જ હશે. હમણાં થોડાં સમય પહેલાં જ છત્તીસગઢની ઓલિમ્પિકમાં કબડ્ડીની રમત મહિલાઓએ સાડી પહેરીને રમી હતી. આ સૌથી મોટી ટૂર્નામેન્ટ છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં (Tournament) દેશભરમાંથી 12 ટીમોએ ભાગ લીધો છે. એવી ઘણી દેશી રમતો હશે જેને તમે ક્યારેક રમી હશે કે જોઈ હશે પણ હા, અહીં એક આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમારું દિલ પણ ખુશ થઈ જશે કે, ખરેખર ગામડાની દેશી રમતોને ધીમે-ધીમે ટુર્નામેન્ટમાં પણ સ્થાન મળી રહ્યું છે.
આ વાયરલ વીડિયોમાં ગામના લોકો તેમજ અધિકારીઓ એક ટોળું વળીને ઉભા છે અને છત્તીસગઢના મુખ્યમંત્રી શેરી રમત એટલે કે દેશી રમત ‘ગિલ્લી દંડા’ રમતા જોવા મળે છે. તેનો ઉત્સાહ પણ જોવાલાયક છે. આ વીડિયો ટ્વીટર એકાઉન્ટ @iamnarendranath પર, “જેઓ ગલ્લી ડંડા રમતા હતા, ત્યાં ક્યારેય 100થી ઓછા ગણતરી શરૂ જ નહોતી થતી અને સામેનો બિચારો માણસ ક્યારેય ચેલેન્જ કરતો પણ નહોતો. તે ખૂબ જ રસપ્રદ રમત હતી. છત્તીસગઢના દેશી ખેલના ઓલમ્પિકમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.” કેપ્શન સાથે શેર કર્યો છે.
गुल्ली डंडा में होंक कर जो मारते थे वहाँ 100 से कम गिनती स्टार्ट ही नहीं होती थी और सामने वाला बेचारा कभी चैलेंज भी नहीं करता था। ग़ज़ब रोचक खेल था यह।😊 छत्तीसगढ़ में देशी खेलों के ओलंपिक में इसे शामिल किया गया गया है pic.twitter.com/2ao2ALV8w6
— Narendra nath mishra (@iamnarendranath) October 7, 2022
આ વીડિયો ટ્વીટર એકાઉન્ટ @iamnarendranath પર શેર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલાં અપલોડ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 787 સુધી લાઈક્સ મળી છે તેમજ 91 વખત રિટ્વિટ કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકંદરે, આ વીડિયોને મીશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
એક યુઝર્સે લખ્યું છે કે, દેશી રમતને આગળ વધારવાની આ મુખ્યમંત્રીની પહેલ છે. તેમજ બીજા યુઝર્સે કહ્યું કે, આજકાલ કોકોનટ ઓઈલની બોટલથી રમીએ છીએ. અન્ય એક યુઝર્સ કહે છે કે, આ બધું વિલુપ્ત જ થઈ ગયું છે.