Funny Video: પક્ષીએ રસ્તા પર ટ્રક સાથે લગાવી રેસ, જોઈને લોકો પણ આશ્ચર્યચકિત

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ ફની વીડિયો શેયર કર્યો છે અને કેપ્શનમાં ફની રીતે લખ્યું છે, 'ધૂમ 4નું શૂટિંગ શરૂ થયું'. લોકો આ વીડિયોને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

Funny Video: પક્ષીએ રસ્તા પર ટ્રક સાથે લગાવી રેસ, જોઈને લોકો પણ આશ્ચર્યચકિત
bird flying with a truck on the road funny video viral on social
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 1:01 PM

તમે પક્ષીઓનો (Birds) કલરવ સાંભળ્યો જ હશે. ભલે શહેરોમાં વૃક્ષો અને છોડના અભાવે તેઓ ઓછા દેખાતા હોય, પરંતુ ગામડાઓમાં આજે પણ સવારનો પ્રારંભ તેમના કલરવથી થાય છે, જે હૃદયને ઘણી રાહત આપે છે. જો કે વિશ્વમાં વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે, પરંતુ આપણે તેમના વિશે બહુ ઓછુ જાણીએ છીએ. ભારતમાં સામાન્ય રીતે જોવા મળતા પક્ષીઓમાં સ્પેરો, માયના, કબૂતર, પોપટ વગેરેનો સમાવેશ થાય છે.

પક્ષીઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ (Viral Videos) થતા હોય છે. જેમાં ક્યારેક તેમની સમજણ જોવા મળે છે તો ક્યારેક તેમના ફની વીડિયો (Funny Videos) જોવા મળે છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જૂઓ આ રમૂજી વીડિયો….

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક ટ્રક ઝડપથી દોડી રહી છે અને તેની સાથે એક પક્ષી પણ ઝડપથી ઉડી રહ્યો છે. લાગે છે કે બંને વચ્ચે રેસ ચાલી રહી છે. ક્યારેક ટ્રક આગળ જતી હતી તો ક્યારેક પક્ષી. ટ્રક મશીન હોવાથી તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ પક્ષી તેની પાંખોનો ઉપયોગ કરીને ખૂબ જ ઝડપથી ઉડી રહ્યું હતું. જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ ફની વીડિયો શેયર કર્યો છે અને કેપ્શનમાં ફની રીતે લખ્યું છે, ‘ધૂમ 4નું શૂટિંગ શરૂ થયું’. માત્ર 6 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની કમેન્ટ્સ પણ કરી છે. યુઝર્સ પણ પંખીની આ ‘ધૂમ’ સ્ટાઈલ જોઈને એન્જોય કરી રહ્યા છે અને હસી રહ્યાં છે. આવા રસ્તા પર દોડતા વાહનો સાથે તમે ભાગ્યે જ કોઈ પક્ષી ઉડતા જોયું હશે. આ એકદમ ફની વીડિયો છે.

આ પણ વાંચો: Bird Video: આ વ્યક્તિમાં છે અદ્દભુત ટેલેન્ટ, જુઓ રંગબેરંગી પોપટો કેવી રીતે તેણે પાસે બોલાવ્યા

આ પણ વાંચો: Wonderful Video: પાંદડા ખાતા પક્ષીઓનો સુંદર વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું- ‘સાથે ખાવાથી સ્વાદ વધે છે’

g clip-path="url(#clip0_868_265)">