Wonderful Video: પાંદડા ખાતા પક્ષીઓનો સુંદર વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું- ‘સાથે ખાવાથી સ્વાદ વધે છે’

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું છે કે, 'એકસાથે ભોજન વહેંચવાથી સ્વાદ વધે છે અને સંબંધ મજબૂત થાય છે'.

Wonderful Video: પાંદડા ખાતા પક્ષીઓનો સુંદર વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું- 'સાથે ખાવાથી સ્વાદ વધે છે'
birds eating leaves beautiful video goes viral on social media(Image-Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 3:07 PM

તમે રોજેરોજ પક્ષીઓનો કલરવ (Chirp) સાંભળ્યો હશે. સવારથી સાંજ સુધી તેમનો મીઠો મધુરો અવાજ વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. વિશ્વમાં પક્ષીઓની ઘણી વિવિધ પ્રજાતિઓ રહે છે. એક રિપોર્ટ અનુસાર, આ પૃથ્વી પર પક્ષીઓની 9 હજારથી વધુ પ્રજાતિઓ રહે છે. જ્યારે આ દુનિયામાં કુલ 5 હજાર કરોડ પક્ષીઓ રહે છે. આમાંથી કેટલાક ખૂબ જ નાના કદના પક્ષીઓ છે અને કેટલાક મોટા કદના છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ પક્ષીઓને લગતા તમામ પ્રકારના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતા રહે છે. આવો જ એક સુંદર વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક પક્ષીઓ પાંદડા ખાતા જોવા મળે છે. આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

જૂઓ, સફેદ રંગના ત્રણ સુંદર પક્ષીઓનો વીડિયો……..

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સફેદ રંગના ત્રણ સુંદર દેખાતા પક્ષીઓ છે. એક માણસ તેને પાંદડા ખવડાવતો જોવા મળે છે. પક્ષીઓ પણ આનંદ માણી રહ્યા છે અને પાંદડા ફાડીને ખાય છે. તેમની વચ્ચેનો પ્રેમ જોઈને તમે ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશો. તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે સાથે ખાવાથી પ્રેમ વધે છે, સંબંધો મજબૂત થાય છે. આવું જ કંઈક આ વીડિયોમાં પણ જોવા મળે છે.

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું છે કે, ‘એકસાથે ભોજન વહેંચવાથી સ્વાદ વધે છે અને સંબંધ મજબૂત થાય છે’. માત્ર 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે સવાલ ઉઠાવતા લખ્યું છે કે, ‘આપણે માણસો આ કેમ નથી સમજતા’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘હમ પ્યાલા-હમ નિવાલા ક્યારેક ખતરનાક સાબિત થાય છે’. એ જ રીતે અન્ય એક યુઝરે પોતાનો અનુભવ શેયર કરતાં કોમેન્ટ કરી છે, ‘મમ્મી મને અને મારા મિત્રોને બાળપણમાં સાથે ખવડાવતા હતા’.

આ પણ વાંચો: Viral Video : નાના પક્ષીઓ સૈનિકોની જેમ કરવા લાગ્યા પરેડ ,વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો: જ્યારે અચાનક જ ઉડતું આવી પહોંચ્યુ એક નાનકડુ જંતુ, પછી જોવા મળ્યો અદ્ભુત નજારો

g clip-path="url(#clip0_868_265)">