બાબા વેંગાની એ કઈ ખતરનાક ભવિષ્યવાણી છે જે ઓગસ્ટમાં સાચી પડશે જેને બદલી નહીં શકાય?
વાંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવા (Vangeliya Pandeva Gushterova) જેને લોકો બાબા વેંગાના નામથી ઓળખે છે. તે એક બલ્ગેરિયન ભવિષ્યવેતા હતા. બાબા વેંગાને તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ માટે ઓળખવામાં આવે છે. હવે ઓગસ્ટ 2025 માટે તેમણે જે કહ્યુ તેના પર ચર્ચા થઈ રહી છે.

બલ્ગેરિયાના બાબા વેંગા તેમની સ્ફોટક અને રહસ્યમયી ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. તેમણે બાલ્કનના નોસ્ટ્રા ડેમસ પણ કહેવામાં આવે છે. તેમનું મૃત્યુ 1996માં થયુ હતુ પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ સમયાંતરે ચર્ચામાં રહી છે. તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમા તેમણે ‘ડબલ ફાયર’ ની વાત કરી હતી.
બેબા વેંગાની ‘ડબલ ફાયર’ ભવિષ્યવાણી ક્યા છે?
લિથુઆનિયાની ન્યૂજ વેબસાઈટ Made in Vilnius ના અનુસાર બાબા વેંગાએ ઓગસ્ટ 2025 માટે કહ્યુ હતુ કે આ દરમિયાન Double Fire થશે. એક આકાશ અને એક ધરતીથી. તેનો મતલબ એ છે કે આ હજુ પણ રહસ્ય બનેલુ છે પરંતુ કેટલાક લોકોનું માનવુ છે કે તેનો મતલબ જંગલોની આગથી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ગાઢ જંગલોમાં આગ લાગી શકે છે. તો કેટલાક લોકોનું કહેવુ છે કે કદાચ જ્વાળામુખી વિસ્ફોટ પણ થઈ શકે છે.એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે કોઈ ઉલ્કાપિંડ કે એસ્ટ્રોઈડ ધરતીથી ટકરાઈ શકે છે.
વધુ એક રહસ્યમયી ભવિષ્યવાણી
બાબા વેંગાની એક ભવિષ્યવાણીમાં એવુ પણ કહેવાયુ છે કે “humanity would come close to knowledge it did not want to have in August.”. જેનો મતલબ એ છે કે માનવત ઓગસ્ટમાં એ જ્ઞાન સુધી પહોંચશે જેને તે ઓળખવા નહોંતી માગતી. આ ઉપરાંત તે ચેતવણી પણ આપવામાં આવી કે જે એકવાર ખૂલી ગયુ છે તેને બીજીવાર બંધ નહીં કરી શકાય આ વાતો કઈ વસ્તુ સાથે જોડાયેલી છે તે સ્પષ્ટ નથી. જોકે લોકોનું માનવુ છે કે આ બાયોટેકનોલોજી કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી હોઈ શકે છે.
Aliens સાથે સંપર્કની ભવિષ્યવાણી
બાબા વેંગાન વધુ એક ભવિષ્યવાણી કહે છે કે “જે હાથ એક થઈ ગયો હોય તે બે ટૂકડામાં ટૂટી જશે અને બંને પોતપોતાના રસ્તે ચાલશે”. કેટલાક લોકો આ વાક્યાંશને નાટો કે યુરોપીય યુનિયન માં ચાલી રહેલા રાજકીય તણાવનો સંકેત માને છે. જેને પરિણામસ્વરૂપ કેટલાક સદસ્યો વિભાજન કે વાપસી કરી શકે છે. કેટલાક લોકોનું માનવુ છે કે આ યુરોપીય યુનિયનના પશ્ચિમી અને પૂર્વી બ્લોકો વચ્ચે વધતા તણાવનું પ્રતિક હોઈ શકે છે. બીજી તરફ તેમણે 2025 માં પ્રાકૃતિક આપત્તિઓ વધવાની સંભાવના, યુરોપમાં જનસંખ્યામાં ઘટાડો અને એલિયન્સ સાથે સંભવિત સંપર્કની પણ ભવિષ્યવાણી કરી હતી.
