EPFO એ કર્યા મોટા ફેરફાર, હવે UAN ના બદલાયા નિયમ, પહેલી નોકરી સાથે કરી લેવુ પડશે આ કામ
EPFO એ હવે યુનિવર્સિલ એકાઉનટ નંબર બનાવવા અન એક્ટિવેટ કરવાની પ્રોસેસને આસાન કરી દીધી છે અને તે જનરેટ કરવા માટે આધાર બેઈઝ્ડ ફેસ ઓથેન્ટિકેશનને અનિવાર્ય કરી દેવાયુ છે. જે Umang App દ્વારા થશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EFPO એ તેમના મેમ્બર્સ માટે ઉમંગ મોબાઈલ એપ (Umang App) દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટ કરવાનું અનિવાર્ય કરી દીધુ છે. તેની શરૂઆત 7 ઓગસ્ટથી થવા જઈ રહી છે. EFPO એ સ્પષ્ટ કહ્યુ છે કે હવે માત્ર આધાર ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar Face Authentication) દ્વારા ઉમંગ એપથી UAN એક્ટિવેટ કરી શકાય છે. અને આવુ કરનારા સદસ્યો માટે સેવા બંધ કરી શકાય છે.
ઉમંગ એપ થી UAN બનાવો
EFPO એ તેમના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. ગત 30 જૂલાઈ એ સર્ક્યુલર જારી કરતા તેને અપડેટ કરી દીધુ હતુ. તેને અનુસાર જ્યારે મેમ્બર્સ માટે આધાર બેઝ્ડ ફેસ ઓથેન્ટિકેશન દવારા UAN જનરેટ કરવો અનિવાર્ય છે. જો કે કેટલાક ખાસ કિસ્સામાં (જેમ કે આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે) એમ્પ્લોયર દ્વારા યુનિવર્સિલ એકાઉન્ટ નંબર જનરેટ કરવાનો જુની રીત પણ માન્ય રહેશે, જ્યારે અન્ય નવા UAN Aadhaar Face Authentication દ્વારા જનરેટ કરી શકશે. તેના માટની તમામ પ્રોસેસ UMANG એપ દ્વારા જ થશે અને એમ્પ્લોયર સાથે સંપર્ક કરવાની જરૂર નથી.
EPFO ના નવા નિયમનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારી હવે ખુદ UAN જનરેટ અને એક્ટિવેટ કરી શકશે. તેના માટે તેમને માત્ર તેમના મોબાઈલના પ્લેસ્ટોરમાં જઈ UMANG App અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાનો હશે. તે એક્ટિવેટ થયા બાદ યુઝરે E_UAN કાર્ડની ડિજિટલ કોપી પણ અહીંથી જ ડાઉનલોડ કરી શકે છે અને તેને સીધી EPFO સાથે જોડવા માટે એમ્પ્લોયર સાથે શેર કરી શકે છે.
નવી ટેકનિક થી UAN જનરેટ કરવા માટે યૂઝર પાસે વેલિડ આધાર કાર્ડ નંબર, તેની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. આ ઉપરાંત ચહેરાના સ્કેનિંગ માટે Aadhaar Face RD App એક વખત તૈયાર થઈ જાય તો આ પ્રક્રિયા થોડી મિનિટોમાં જ પુરી કરી શકાય છે.
આવી રીતે મિનટોમાં બનાવી શકો છો UAN
- સૌથી પહેલા મોબાઈલ ફોનમાં Umang App ખોલો અને EPFO પર જાઓ.
- હવે UAN allotment and activation ને સિલેક્ટ કરો.
- અહીં આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરો અને આધારની ખરાઈ માટે બોક્સ પર ક્લિક કરો
- ‘Send OTP’ પર ક્લિક કરો અને મોબાઈલ પર આવેલા OTP દ્વારા ખરાઈની પ્રોસેસ પૂર્ણ કરો.
- હવે ફેસ ઓથેન્ટિકેશન પુરુ કરવાનું હશે, તેના માટે Aadhaar Face ID App ઈન્સ્ટોલ કરો.
- જો સિસ્ટમને UAN નહીં મળે તો એક નવો UAN ક્રિએટ કરવામાં આવશે.
- ખરાઈ બાદ તમારો UAN એક અસ્થાયી પાસવર્ડ SMS દ્વારા મોકલવામાં આવશે.
- પહેલીવાર UAN કાર્ડ યુઝ કરનારા અને પહેલેથી ઉપયોગ કરનારા બંને માટે છે, જો એક્ટિન નથી તો.
શા માટે કરવામાં આવ્યા આ બદલાવ?
હવે ચાલો તમને જણાવીએ કે EPFO એ આ નવો ફેરફાર કેમ કર્યા છે? તો નવી પદ્ધતિમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે UAN એક્ટિવેશનની પ્રક્રિયાને પહેલા કરતા સરળ અને વધુ સુરક્ષિત બનાવે છે, કારણ કે આમાં યુઝરની સંપૂર્ણ માહિતી સીધી આધાર ડેટાબેઝમાંથી આવે છે અને વ્યક્તિગત વિગતો મેન્યુઅલી દાખલ કરવાની જરૂરિયાત દૂર થાય છે. અત્યાર સુધી, ઘણા કર્મચારીઓ તેમના UAN સેટઅપ અને તેના એક્ટિવેશન માટે સીધા એમ્પ્લોયર પર નિર્ભર રહ્યા છે. આને કારણે, વિલંબ, ખોટી માહિતી અને EPFO બેનિફિટ્સ સુધી સભ્યોની પહોંચનો અભાવ જેવી સમસ્યાઓ જોવા મળી હતી, નવી પદ્ધતિ સાથે આનો અવકાશ સમાપ્ત થશે. જોકે, આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ, નેપાળ અથવા ભૂટાનના નાગરિકો માટે જૂની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.
