Trending Video: Anant Ambani: બ્લિંકિટના ડિલિવરી બોયને અનંત અંબાણીએ આપી એવી ગિફ્ટ…. કે રડવાનું રોકી ન શક્યો યુવક
Blinkit Delivery Agent: અનંત અંબાણીએ સાયકલથી બ્લિંકિટની ડિલિવરી કરી રહેલા ડિલિવરી બોયને એક એક ગિફ્ટ આપી છે. ડિલિવરી એજન્ટ આ વાતથી તદ્દન અજાણ હતો અને જ્યારે તેને જાણ થઈ કે અનંત અંબાણીએ તેને આટલી મોટી ગિફ્ટ આપી છે તો તેની આંખમાં આંસુ આવી ગયા, તે રડવાનું રોકી ન શક્યો અને અનંત અંબાણીનો દિલથી આભાર વ્યક્ત કરતો જોવા મળ્યો.

એ અમીરી શું કામની જે બીજાની પીડા ન સમજી શકે, સૌથી મોટી દિલેરી અને અમીરી એ છે કે કોઈના કામમાં આવવુ, તમને ઈશ્વરે ઘણુ આપ્યુ હોય તો તેમાંથી થોડો હિસ્સો પરોપકાર માટે પણ ખર્ચ કરવો. વિશ્વના ટોચના ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીએ તેમના સંતાનોમાં આ સંસ્કારોનું સિંચન કેટલી સારી રીતે કર્યુ છે તે અનંત અંબાણીના સેવાકીય કાર્યો દ્વારા જોવા મળે છે. અનંત અંબાણી અવારનવાર આવા જરૂરતમંદ લોકોની મદદ કરતા રહે છે. મુંબઈના એક ડિલિવરી મેનનો કિસ્સો આપને જણાવીએ. જેનો વીડિયો પણ અહીં અપલોડ કર્યો છે, આ વીડિયો જોઈને તમારી આંખો પણ લાગણીથી ભરાઈ આવશે.
મુંબઈની સડકો પર એક બ્લિંકિંટનો ડિલિવરી એજન્ટ સાયકલથી ડિલિવરી માટે જઈ રહ્યો હતો. આ યુવક આર્થિક રીતે એટલો સદ્ધર ન હતો કે તેના માટે એક નાનકડુ પણ સ્કૂટર ખરીદી શકે. આથી તે સાયકલથી જ બ્લિંકિટ માટે ડિલિવરી કરી રહ્યો હતો અને જે પૈસા મળે તેમાંથી પરિવારની મદદ કરતો હતો. જ્યારે અનંત અંબાણીએ જોયુ તો તેમણે તેને એવી ગિફ્ટ આપી કે એ જોઈને એ રડી પડ્યો. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સમાજ સેવી અને ઈન્ફ્લુએંસર હુસૈન મંસૂરીએ અનંત અંબાણી તરફથી આ એજન્ટ યુવકને નવા સ્કૂટરની સરપ્રાઈઝ ગિફ્ટ આપી.
પહેલા તો આ Video જુઓ
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આ વીડિયો એકદમ હ્રદયસ્પર્શી છે. વાયરલ વીડિયોમાં હુસૈન મંસૂરી એ સુજીત નામના ડિલિવરી બોયને રોક્યો. જે બ્લિકિંટનો ઓર્ડર પહોંચાડવા માટે સાયકલથી જઈ રહ્યો હતો. તેનુ નામ પૂછ્યા બાદ મંસૂરીએ એમને પૂછ્યુ કે બાઈક કેમ નથી ખરીદી લેતા? આના પર સુજીતે જણાવ્યુ, “સર, આટલા ઓછા પૈસામાં તો બાઈક ક્યાંથી લઈ શકુ? મોંઘવારી પણ બહુ છે”
View this post on Instagram
બ્લિકિંટના એજન્ટને અનંત અંબાણીની સરપ્રાઈઝ ગિફ્ટ
મન્સુરીએ Blinkit એજન્ટને તેની ડિલિવરી પુરી કરી ફરી તેને મળવાનું કહ્યુ અને તેને સરપ્રાઈઝ આપવાનું વચન આપ્યુ. જ્યારે ડિલિવરી એજન્ટ પરત આવ્યો, તો મન્સુરીએ તેની આંખો પર પટ્ટી બાંધી અને તેને લાલ કવરમાં નીચે એક ગિફ્ટ તરફ લઈ ગયા. ગિફ્ટ બતાવી મંસુરીએ કહ્યુ કે આ અનંત અંબાણી તરફથી તમને નાનકડી ગિફ્ટ આપવામાં આવી છે.
જ્યારે એજન્ટે એ લાલ કવર હટાવ્યુ તો તે ગિફ્ટના સ્વરૂપે એક નવુનકોર સ્કૂટર હતુ. સુજીતને જ્યારે ખબર પડી કે આ સ્કૂટર તેના માટે છે અને અનંત અંબાણીએ તેને ગિફ્ટ કર્યુ છે. તો તે કંઈ બોલી ન શક્યો અને રડવા લાગ્યો. તે મંસુરીને ભેટી પડ્યો અને આંસુઓની ધારા આંખોમાંથી એકસાથે વહેવા લાગી. થોડીવારમાં તે થોડો સ્વસ્થ થયો અને ધીમેથી કહ્યુ ‘Thank You Sir’.
અનંત અંબાણી ફાઉન્ડેશન તરફથી મળ્યુ ગિફ્ટ
રિપોર્ટ્સ અનુસાર બ્લિંકિટ ડિલિવરી એજન્ટને આ સ્કૂટરની ભેટ અનંત સેવા ફાઉન્ડેશનની એક પહેલ દ્વારા મળી છે. રાહુલ કનાલ અને હુસૈન મંસુરી સાથે મળીને મુંબઈમાં મહેનતુ લોકોને આ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રીક બાઈક ભેટ આપી રહ્યા છે. આ એ મહેનતુ વ્યક્તિઓ છે જે સવાર પડતાની સાથે જ નીકળી પડે છે અને શહેરને ચલાવવામાં પોતાનું યોગદાન આપે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
અનંત અંબાણી તરફથી બ્લિંકિટ એજન્ટને આપવામાં આવેલી આ ભેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેને 46 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે અને યુજર્સ સતત તેની પોઝિટિવ કમેન્ટ શેર કરી પ્રશંસા કરી રહ્યા છે.
