Viral Video : એક વ્યક્તિએ સીપીઆર આપીને બચાવ્યો કૂતરાનો જીવ, હ્રદયસ્પર્શી વીડિયો થયો વાયરલ

ટ્વિટર પર IAS ઓફિસર અવનીશ શરણે એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ રખડતા કૂતરાને CPR આપીને તેનો જીવ બચાવી રહ્યો છે. આ વીડિયો સોશ્યિલ મીડિયામાં (Social Media) ખુબ વાયરલ (Viral Video) થયો છે.જેને 2 લાખ કરતા વધારે લોકોએ જોયો પણ છે.

Viral Video : એક વ્યક્તિએ સીપીઆર આપીને બચાવ્યો કૂતરાનો જીવ, હ્રદયસ્પર્શી વીડિયો થયો વાયરલ
Viral VideoImage Credit source: twwiter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 11:54 AM

સોશ્યિલ મીડિયામાં એવા અનેક વીડિયોમાં જોવા મળે છે જેને જોઈને તમે કહી શકો કે હજુ દુનિયા માનવતા મરી નથી પરવારી. દુનિયા હજુ પણ દયાળુ અને બીજા માટે જીવતા લોકો રહે છે. અને મુસીબતના સમયમાં મદદ પણ કરે છે.આવા લોકોને લીધે દુનિયામાં પોઝિટિવિટી વધે છે.સોશ્યિલ મીડિયામાં એક વીડિયો વાયરલ (Viral Video)થયો છે, જેમાં એક વ્યક્તિ એક બેભાન કૂતરાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર શેર કર્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક દયાળું વ્યક્તિ એક બેભાન કૂતરાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.આ વ્યક્તિ કોણ છે અને આ વીડિયો કઈ જગ્યાનો છે તે હજુ જાણવા નથી મળ્યું. પણ આ વીડિયોમાં કૂતરાનો જીવ બચાવવાના પ્રયાસોને કારણે આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યું છે. આ દયાળુ વ્યક્તિ થોડી સેકન્ડો માટે કૂતરાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો કરે છે, તેને સીપીઆર પણ આપે છે.અને અંતે ચમત્કારિક રીતે, કૂતરા ફરીથી ભાનમાં આવે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ રહ્યો વાયરલ વીડિયો

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ,કેટલીકવાર ચમત્કારો માત્ર દયાળુ હૃદયવાળા સારા લોકો હોય છે. ટ્વિટર પર શેર થયા બાદ આ વીડિયોને લગભગ 2 લાખ વ્યૂઝ મળ્યા છે.લોકોએ આ વ્યક્તિના દયાળુ સ્વભાવને બિરદાવ્યો અને ખુશ થઈને પોતા પ્રતિભાવો પણ આપ્યાં.

કૂતરો એવું પ્રાણી છે જેનો માનવો સાથે કરોડો વર્ષોથી ગાઢ સંબંધ રહ્યો છે. કૂતરો માનવ પ્રત્યેની પોતાની વફાદારી માટે જાણીતો છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ વાયરલ વીડિયોને ઘણા લોકોએ પંસદ કર્યો. અને શેર પણ કર્યો. આ વીડિયો પર લોકોએ પોતાના વિચારો પણ રજુ કર્યા. એક યુઝરે લખ્યું, “ધન્ય છે તે લોકો કે જેઓનું હૃદય બીજા માટે સમર્પિત રહે છે.બીજા એક યુઝરે લખ્યું કે, “ખુબ સરસ, જો દુનિયામાં બધા લોકો આવા હોય તો, તો આ પૃથ્વી સ્વર્ગમાં ફેરવાઈ જશે. બધાને પ્રેમ કરો અને સારી રીતે જીવો. ભગવાન આવા અસાધારણ પુરુષો અને સ્ત્રીઓને આશીર્વાદ આપે છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">