AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘જય શ્રી રામ’- રામાયણ યુગમાં જોવા મળેલુ જટાયુ રસ્તા પર જોવા મળ્યુ, લોકોએ આ પક્ષીરાજ સાથે સેલ્ફી લેવા કરી પડાપડી- જુઓ Video

આજકાલ સોશિયલ મીડિયા પર રામાયણમાં જે જટાયુનો ઉલ્લેખ આવે છે તેવુ જ પક્ષીનો વીડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે. જેમા પક્ષી રસ્તાના કિનારે પથ્થરો પર બેઠુ છે અને લોકો તેની સાથે સેલ્ફી ખેંચવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક વળી જય શ્રી રામ બોલી તેને નમન કરી રહ્યા છે.

'જય શ્રી રામ'- રામાયણ યુગમાં જોવા મળેલુ જટાયુ રસ્તા પર જોવા મળ્યુ, લોકોએ આ પક્ષીરાજ સાથે સેલ્ફી લેવા કરી પડાપડી- જુઓ Video
| Updated on: Jul 28, 2025 | 6:18 PM
Share

રામાયણ સિરીયલ સહુ કોઈએ જોઈ હશે. તેમા રાવણ સીતાહરણ પ્રસંગ બાદ રામ જ્યારે સીતાની શોધમાં નીકળે છે ત્યારે જટાયુ જ રામની રાહ જોતુ બેઠુ હોય છે અને રામને રાવણ વિશે જાણકારી આપે છે. આ સમયે રામ પણ આ પક્ષીરાજનો આભાર વ્યક્ત કરી સીતાની શોધમાં નીકળી પડે છે. આજકાલ સોશિયલ મીડિયામં આવુ જ જટાયુ જેવુ જ દેખાતુ એક પક્ષીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે , જેમા પક્ષી રસ્તાના કિનારે પથ્થરો પર બેસેલુ છે અને લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. કેટલાક આસ્થાવાન લોકો જય શ્રી રામ બોલી તેને નમન પણ કરી રહ્યા છે.

આ અનોખા વીડિયોએ આજકાલ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યુ છે. આ વાયરલ વીડિયોમાં દેખાતુ પક્ષી ખરેખર રામાયણના વીર પાત્ર જટાયુની યાદ અપાવી રહ્યુ છે. આ વીડિયો ખરેખર પક્ષીઓનો રાજા ગણાતા ગીધનો જણાઈ રહ્યો છે અને તેનો દેખાવ જટાયુ જેવો જ છે. આથી જ આ દુર્લભ પક્ષી સાથે ફોટો પાડવા અને વીડિયો રેકોર્ડ કરવા લોકો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં આ મહાકાય પક્ષી રસ્તાની કિનારે શાંત મુદ્રામાં ઉભેલુ દેખાય છે. રસ્તેથી પસાર થતા લોકો આ દુર્લભ પ્રકારના પક્ષીને જોઈને થોડીવાર માટે અટકી ગયા અને તેના ફોટો લેવા લાગ્યા. જો કે હકિકતમાં આ પક્ષી ગીધની એક દુર્લભ પ્રજાતિ એન્ડિયન કોન્ડોર છે, જે દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વતોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આવા પક્ષીઓ માનવ ભીડથી દૂર રહે છે. પરંતુ આ વીડિયોમાં દેખાતુ પક્ષીને ભીડથી બિલકુલ પરેશાની થતી જણાતી નથી અને તે શાંતિથી બેઠુ છે. લોકો તેના વિશાળ કદને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

આ વીડિયો યુઝર @swetasamadhiya દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 2 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને હજારો લોકોએ તેને લાઈક કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે રામાયણ યુગ પાછો આવી રહ્યો છે.’ જ્યારે બીજાએ કહ્યું, ‘આ ભારતમાં જોવા મળતા નથી.’ ત્રીજાએ લખ્યું, ‘આ બિલકુલ રામાયણના જટાયુ જેવું લાગે છે.’

આખરે ખેડૂતને મળ્યો ન્યાય, પોલીસની મદદથી 30 વર્ષ પહેલા વેચેલી જમીનનો મળ્યો દસ્તાવેજ, ગૃહરાજ્યમંત્રીએ બિરદાવી કામગીરી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">