AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 મે 2025થી આઈફોન સહીત અનેક સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, જાણો કેમ અને તેમા તમારો ફોન તો નથી ને ?

5 મે 2025થી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. હવે એવામાં દરેકના મનમાં એ પ્રશ્ન હશે કે ક્યાંક મારું તો WhatsApp બંધ નહી થાયને? તો એવામાં ચાલો જાણીએ કે, કયા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

5 મે 2025થી આઈફોન સહીત અનેક સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, જાણો કેમ અને તેમા તમારો ફોન તો નથી ને ?
| Updated on: Apr 29, 2025 | 3:21 PM
Share

5 મે 2025થી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. WhatsApp દર વર્ષે એવા ફોનનુ લિસ્ટ બહાર પાડે છે કે જે ખૂબ જૂના હોય અને જેના માટે કંપનીએ સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દીધું હોય. તો ચાલો જાણીએ, કયા સ્માર્ટફોન પર WhatsApp બંધ થશે.

જણાવી દઈએ કે, WhatsApp ફક્ત iOS 15.1 અથવા તો તેનાથી ઉપરના વર્ઝન પર જ કામ કરશે. આનો અર્થ એ છે કે, જેમની પાસે iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plus છે તેઓના ફોન પર WhatsApp કામ કરશે નહીં. તે લોકોને નવું ડિવાઇસ લેવું પડી શકે છે.

મેટા WhatsApp સપોર્ટ કેમ બંધ કરી રહ્યું છે?

WhatsApp તેના યુઝર્સની સુવિધા સુધારવા અને તેમની પ્રાઈવસીને મજબૂત બનાવવા માટેનું કામ કરી રહ્યું છે. આના થકી તેઓ દર વર્ષે જૂના ડિવાઇસની લિસ્ટ બહાર પાડે છે કે જે સેફ નથી હોતા અને જેમાં અપડેટેડ ફીચર્સ કામ નથી કરતા. જે આઇફોન મોડેલ્સમાં એપલ સિકયોરિટી અપડેટ્સ પ્રદાન કરી રહ્યું નથી તેમાં ડેટા ચોરી થવાનું અથવા વાયરસ થવાનું જોખમ વધી જાય છે. આમાં WhatsApp બિઝનેસ એપનો પણ સમાવેશ થાય છે.

આ iPhone મોડેલ પર WhatsApp ચાલતું રહેશે

WhatsAppનો સપોર્ટ દરેક iPhone પર બંધ થઈ રહ્યો નથી, WhatsAppનો સપોર્ટ ફક્ત જૂના મોડેલ પરથી દૂર થઈ રહ્યો છે. iPhone 8 અને iPhone Xને હજુ પણ WhatsApp સપોર્ટ મળતો રહેશે પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, કંપની આ મોડેલોને પણ સોફ્ટવેર અપડેટ્સ આપી રહી નથી. આ મુજબ, એવી શક્યતા છે કે આગામી વર્ષોમાં આ ડિવાઇસ પર WhatsApp સપોર્ટ ઉપલબ્ધ થવાનું બંધ થઈ શકે છે.

નવા સોફ્ટવેર મળી આવે તેવો સ્માર્ટફોન ખરીદો

જો તમે દરરોજ WhatsApp વાપરો છો તો એવો સ્માર્ટફોન ખરીદવાનો પ્રયાસ કરો કે જેમાં નવા સોફ્ટવેર હોય. જો તમે સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદી રહ્યા હોવ તો પણ સોફ્ટવેર પર ધ્યાન રાખવું જરૂરી છે. નવા સોફ્ટવેર અપડેટ સાથે ફોન ખરીદવાનો ફાયદો એ છે કે તમને WhatsAppની નવી સુવિધાઓ જેવી કે ચેટ લોક, ડિસઅપેયરિંગ મેસેજ ફીચર અને પ્રાઈવસી સેટિંગ્સનો ફાયદો પણ મળશે.

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">