AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Update : કોન્ટેક્ટ લિસ્ટમાં સ્ટેટસ અપડેટ્સ બતાવવા અંગે થઇ રહ્યું છે ટેસ્ટિંગ

વોટ્સએપ (WhatsApp) પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજીસને હાઇલાઇટ કરવા માટે તેની ચેટ્સ સૂચિમાં ફૂટનોટ ઉમેરીને અલગથી જોવામાં આવે છે. વોટ્સએપ ન્યુ અપડેટ દ્વારા તેના સ્ટેટસ ફીચર્સને બુસ્ટ કરી શકશે.

WhatsApp New Update : કોન્ટેક્ટ લિસ્ટમાં સ્ટેટસ અપડેટ્સ બતાવવા અંગે થઇ રહ્યું છે ટેસ્ટિંગ
WhatsApp (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 2:11 PM
Share

વોટ્સએપ (WhatsApp) સીધું ચેટ્સ લિસ્ટમાંથી (WhatsApp Chat) સ્ટેટસ અપડેટ (WhatsApp Status) બતાવવાની ફેસેલિટીનું પ્રારંભિક પરીક્ષણ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ નવા અપડેટથી (WhatsApp New Update) ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર સ્ટેટસ ફીચરને બૂસ્ટ મળવાની શક્યતા છે, કારણ કે યુઝર્સ તેમના કોન્ટેક્ટ્સના સ્ટેસ્ટસને હવેથી ઝડપથી જોઈ શકશે. વધુમાં, WhatsApp વપરાશકર્તાઓને ડેસ્કટૉપ પર ગ્રુપ પોલ બનાવવા દેવા માટે એક સુવિધા પર હાલમાં કામ કરી રહ્યું છે. તે વોટ્સએપ ગ્રુપના સભ્યોને ચોક્કસ વિકલ્પ માટે મતદાન કરવા અને પ્રાપ્ત થયેલા મતોની કુલ સંખ્યાને જોવા દેશે.

WhatsApp બીટા ટ્રેકર WABetaInfoના અહેવાલ મુજબ, Facebook પેરન્ટ મેટાની માલિકીની આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન હાલમાં તેના યુઝર્સને તેમની ચેટ્સ સૂચિમાંથી અથવા જ્યારે તેઓ એપ્લિકેશનમાં તેમના કોઈપણ કોન્ટેક્ટ્સ શોધે છે, ત્યારે સ્ટેટસ અપડેટ્સ બતાવવાની ક્ષમતાનું પરીક્ષણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે યુઝર તેમના કોન્ટેક્ટ પ્રોફાઇલ ડીપીને ટેપ કરે છે, ત્યારે પણ ડાયરેક્ટ સ્ટેટસ અપડેટ્સ દેખાશે. જે એક રીતે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી ફીચરને જ મળતું આવે છે.

WhatsApp Group Poll (File Image)

WhatsApp ફેબ્રુઆરી 2017થી, તેમના યુઝર્સને Instagram સ્ટોરીઝ જેવો ઇન્ટરેક્ટિવ અનુભવ પ્રદાન કરવા માટે સ્ટેટસ ફીચરની સુવિધા પ્રદાન કરી છે. તેના આગમનથી, આ સુવિધા એપ પર એક અલગથી સ્ટેટ્સ ટેબ દ્વારા ઍક્સેસિબલ કરી શકાય છે. WhatsApp, જો કે, આ સુવિધાની પહોંચને વિસ્તારી રહ્યું હોય તેવું લાગે છે અને તેમના યુઝર્સને તેમના સ્ટેટસ અપડેટ્સને ચેટ્સ સૂચિમાં લાવીને વધુ સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે.

WABetaInfoએ લોકોને એક વિચાર આપવા માટે એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે કે, કેવી રીતે સ્ટેટસ અપડેટ્સ હવેથી સીધું તમારી ચેટ્સ સૂચિ દ્વારા દેખાશે. તાજેતરના, વોટ્સએપના એક ન્યુ અપડેટમાં સ્ટેટસ ફીચરને પણ 8 અલગ-અલગ ઈમોજીસનો ઉપયોગ કરીને યુઝર્સ તેમના કોન્ટેક્ટ્સના સ્ટેટસ અપડેટ્સ વિશે તેમના મંતવ્યો વ્યક્ત કરી શકશે. આમ, સ્ટેટ્સ પર ક્વિક રિએક્શન આપવા માટે આ ન્યુ ફીચર વોટ્સએપ દ્વારા એનેબલ કરવામાં આવ્યું છે.

WhatsApp Chats New Update (File Photo)

WABetaInfo અનુસાર, ચેટ્સ સૂચિમાંથી સ્ટેટસ અપડેટ્સ જોવાની ક્ષમતાની સાથે, WhatsAppએ તેનું નવું ડેસ્કટોપ બીટા (વર્જન 2.2216.2) બહાર પાડ્યું છે. જે અંતર્ગત, વ્હોટ્સએપ યુઝર્સ ગ્રુપમાં હવેથી કોઈપણ મુદ્દા પર મતદાન કરી શકે છે. જો કે, વોટ્સએપ વપરાશકર્તાઓ ગ્રુપ પોલમાં ચોક્કસ વિકલ્પ માટે કોણે મત આપ્યો તે જોવાની શક્યતા નથી.

WhatsApp ભવિષ્યમાં તેની એપ્લિકેશન પરના અન્ય વિભાગોમાં તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને પ્રમોટ કરવા માટે ફૂટર લાવી શકે છે. આનાથી મેટા કંપની તેમના વપરાશકર્તાઓને તેમના સંદેશાની સુરક્ષા વિશે સમજાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો – Technology : કોઈ ખાસ વ્યક્તિએ તમને WhatsApp પર બ્લોક કર્યા છે ! તમે આ યુક્તિનો ઉપયોગ કરીને કરો અનબ્લોક

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">